મોદી કેબિનેટના શપથ ગ્રહણ કર્યાના બીજા જ દિવસે ભારતીય અર્થવ્યવસ્થા માટે મહત્વની પરંતુ ખરાબ માહિતી પ્રસાર થઇ છે. નાણાકીય વર્ષ 2018-19ની ચોથા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને 6 ટકાની નીચે આવી ગયો છે.

તાજેતરમાં જ જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં જીડીપી માત્ર 5.8 ટકા દરે વધી છે. બીજી તરફ લેબર સર્વે મુજબ વિતેલા નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર પણ 6.1 ટકા પર રહ્યો હતો.

વાસ્તવમાં ચોથા ત્રિમાસિકમાં અલગ-અલગ ક્ષેત્રોના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં કાપના કારણે જીડીપીને ઝટકો લાગવાની આશંકા પહેલેથી વ્યક્ત કરાઇ હતી, પરંતુ ગ્રોથ રેટ 6 ટકાની નીચે ચાલ્યો જશે તેની કોઇ આશા નહતી.

દેશમાં બેન્કોના ગ્રોથ રેટ 6થી 6.3 ટકા સુધી રહેવાની આશા હતી, જેમાં કોટક મહિન્દ્રા બેન્ક સૌથી ઓછી ટકાવારી પર રહે તેવી આશંકા હતી.

તાજેતરના આંકડાઓ પરથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, ચોથા ત્રિમાસિકના આંકડાઓની અસર નાણાંકીય વર્ષના GDP ગ્રોથ રેટ પર પડી છે જે 7 ટકાથી ઘટીને સીધી 5.8 ટકા પર આવી ગઇ.