ભારતમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી (આઇબીસી) કોડ હેઠળ નાણાકીય મુશ્કેલી ધરાવતી કંપનીઓ સંદર્ભે બીડીંગ કરવા ઇચ્છતી કંપનીઓ માટે એક વિશેષ જોગવાઇ રીઝર્વ બેન્કે કરી છે. આવી કંપનીઓ માટે સસ્તું ભંડોળ ઉપલબ્ધ કરવાનો ઉદ્દેશ આ પગલા પાછળ રહેલો છે. રીઝર્વ બેન્કે જણાવ્યું છે કે બિડિંગ કંપનીઓ હવે વિદેશની બેન્કો પાસેથી વિદેશી ચલણમાં ભંડોળ મેળવી શકે અને તેઓ જે કંપની ખરીદવા ઇચ્છતી હોય તેનું બેંકનું કરજ ચૂકવવા આ રકમનો ઉપયોગ તેઓ કરી શકે. ગયા મહિને જાહેર કરાયેલી નવી એક્સટર્નલ કર્મિશયલ બોરોઇંગ્સ (ઇસીબી)ની માર્ગદર્શિકામાં રીઝર્વ બેંકે રૂપિયામાં લેવાયેલી લોન ચૂકતે કરવા વિદેશી ભંડોળ માટે મંજૂરી આપી ન હતી. આથી આઇબીસી હેઠળ રિઝોલ્યૂશનને ઝડપી બનાવવા એક વિશેષ
જોગવાઇ તરીકે આ જાહેરાતને નિહાળવામાં આવે છે.
ઉપરોકત બાબતને ધ્યાનમાં લેતા સીઆઇઆરપી અંતર્ગત રિઝોલ્યૂશન અરજદારો માટે ઇસીબી માળખાની મંજૂરી હેઠળ ઇચ્છુકો માટે નિયંત્રણ હળવા બનાવવાની દરખાસ્ત છે અને નિર્ધારિત કંપની માટે રૂપિયાની લોનની ચૂકવણી પરત કરવા ઇસીબીની આવકનો ઉપયોગ તેમને કરવા દેવાશે, એમ રીઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું. રીઝર્વ બેંકના ગવર્નર શશિકાન્ત દાસે ગુરૂવારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આઇબીસી હેઠળ રિઝોલ્યૂશનને નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલએ બહાલી આપી છે. વિદેશમાંથી આ ઉદ્દેશસર નાણા લાવવાની પ્રક્રિયામાં અમે ચોકસાઇ રાખી છે અને માત્ર નાણા ખાતર નાણા લાવવાનો ઉદ્દેશ નથી. આપણી પાસે નાણા લાવવા માટે ઇસીબી અને એફપીઆઇ (ફોરેન પોર્ટઉફોલિયો ઇન્વેસ્ટર્સ)ના માર્ગ છે, એમ દાસે જણાવ્યું હતું.