બકિંગહામ પેલેસમાં યોજાયેલા ડીનર સમારોહમાં પ્રિન્સ ઓફ વેલ્સે તેમના ટ્રસ્ટ ગ્લોબલ ફાઉન્ડીંગના પેટ્રનપદે નામદાર આગાખાનના નામની જાહેરાત કરી હતી. શીયા ઇસ્માઇલી મુસ્લિમોના 49મા વારસાગત ઇમામ નામદાર આગાખાન વિશ્વભરમાં લાખો લોકોનું જીવનધોરણ સુધારવા 30થી વધારે દેશોમાં કાર્યરત આગાખાન વિકાસ નેટવર્કના સ્થાપક અને અધ્યક્ષ છ. ચેરીટી વર્કના અન્ય સમર્થકો અમલ જ્યોર્જ કલુની રાજદૂતો બેનેડીફ્ટ કમ્બરબેચ, સર ટોમ જોન્સ પણ પ્રિન્સના ટ્રસ્ટની કામગીરીની ઉજવણી માટેના ભોજન સમારંભમાં હાજર રહ્યા હતા નામદાર આગાખાના ગ્લોબલ ફાઉન્ડીંગના પેટ્રન તરીકે કેનેડા, અોસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ભારત જોર્ડન પાકિસ્તાન, માલ્ટા બાર્બાડોસ અને ગ્રીસમાં ટ્રસ્ટની કામગીરીને ટેકો આપશે. પ્રિન્સ ઓફ વેલ્સના ગ્લોબલ ફાઉન્ડીંગ ટ્રસ્ટે 1976થી બ્રિટનમાં અને અન્યપત્ર યુવાવર્ગને સહાયરૂપ થાય છે.