નાસાની સ્પર્ધામાં ભારતીય ટીમને ટીમ સ્પીરીટ એવોર્ડ મળ્યો

0
464

ભારતના એન્જિનિયરીંગ કરી રહેલા 13 વિદ્યાર્થીઓના સમૂહે નાસાની પ્રતિસ્ઠિત સ્પર્ધામાં ટીમ સ્પીરીટ એવોર્ડ જીતી લીધો હતો. આ સ્પર્ધા રીમોર્ટ દ્વારા ચાલતા વાહનોની શરૂઆતથી ડિઝાઈન કરવા માટે આયોજિત કરવામાં આવી હતી. ભારતની ટીમમાં ચાર છોકરીઓ અને અન્ય છોકરાઓ હતાં. મુંબઈ સ્થિત મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ કી ટીમ સ્ક્રૂ ડ્રાઈવર્સને નાસા જોનસન સ્પેસ સેન્ટરના ન્યૂટ્રલ બ્યોએસીં લેબમાં આયોજિત મેટ ઈન્ટરનેશનલ આરઓવી સ્પર્ધામાં આલોહા ટીમ સ્પીરીટ પુરસ્કાર જીત્યો હતો. આ પુરસ્કાર એ ટીમને આપવામાં આવે છે જે ટીમની અંદર ઉત્સાહ, આદર્શ, ઉત્સાહ અને સંવાદિતા જોવા મળે છે,જે બીજી ટીમની પણ મદદ કરે છે અને તેની સાથે સારો સંબંધ પણ રાખે છે. તે ઉપરાંત તેની જર્સી પણ સૌથી સારી હોય છે. ભારતીય ટીમે આ સ્પર્ધામાં પોતાની સંસ્કૃતિની ઝલક આપવા માટે ભારતીય પોશાકો પહેર્યાં હતાં. સ્ક્રૂ ડ્રાઈવરની ટીમના સભ્યોએ જણાવ્યું હતુંકે બે જજોએ તેમની પાસે આવીને કહ્યું કે તમામ જજો પોતાના નિર્ણયને લઈને એટલા સ્પષ્ટ હતાં કે કોઈ અન્ય ટીમને સ્પિરિટને લઈને નામાંકિત પણ નહોતી કરી. નાસાની 15મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય આરઓવી પ્રતિયોગિતામાં આ ટીમનો મુકાબલો ચીન, સ્કોટલેન્ડ, રશિયા, અમેરિકા, કેનેડા, આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે, ડેન્માર્ક, ઈજિપ્ત, તુર્કી અને પોલેન્ડ જેવા દેશોની 40 ટીમ સાથે હતો.

LEAVE A REPLY

17 + sixteen =