લાંબા અંતરાલ બાદ સલમાન અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવાના હતાં પણ હવે અફસોસજનક વાત એ છે કે પ્રિયંકા સલમાન સાથે ભારત ફિલ્મમાં કામ નહીં કરે. તેણે આ ફિલ્મ છોડી દીધી છે. એક રિપોર્ટ મુજબ પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે અને તેની પાછળનું કારણ તેનો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે. હકીકતમાં બોયફ્રેન્ડ નિકના કારણે તે આ પ્રોજેક્ટ કરવા માંગતી નથી કારણ કે અહેવાલો મુજબ તે બહુ જલદી નિક જોનસ સાથે પોતાનું ઘર વસાવવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ ‘ભારત’ની સાથે સાથે ફરહાન અખ્તરની ‘ધ સ્કાય ઈઝ પિંક’ નામની ફિલ્મ પણ શરૂ કરવાની હતી. જો પ્રિયંકાએ ખરેખર સલમાન ખાનની ફિલ્મ છોડી હશે તો તેની અસર તેના અને સલમાન ખાનના સંબંધ ઉપર પણ પડી શકે છે. અત્રે જણાવવાનું કે સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા આ અગાઉ ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતાં. સલમાન ખાને તો ‘ભારત’નું શુટિંગ પણ શરૂ કરી દીધુ છે. જ્યારે પ્રિયંકા ફિલ્મનું શુટિંગ આગામી મહિનાથી શરૂ કરવાની હતી.