આગામી ૧૮ મે શુક્વારે સાંજે સાડા પાંચે અમદાવાદના અટીરા ઓડિટોરિયમ ખાતે કવિ નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના તેમજ નિરંજન ભગતના પુસ્તકોના પ્રકાશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિરંજન ભગત કાવ્યોનું પઠન કરી રહ્યા હોય તેવા ઓડિયો સંભળાવવામાં આવશે. ઉપરાંત તેમની યાદગીરીમાં રચાયેલા ટ્રસ્ટનું સમર્પણ કરવામાં આવશે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળમાં તથા કોરવર્કિંગ ગ્રુપમાં ચિંતન પરીખ, શૈલેશ પારેખ, પાવન બકેરી, સંદીપ ભગત તથા પ્રફુલ્લ અનુભાઈ તથા ભગત સાહેબના અન્ય પાંચ મિત્રો અને પરિવારજનોનો શામેલ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ અગે જણાવતા પ્રફુલ્લ અનુભાઈ જણાવે છે કે, આ ટ્રસ્ટની સ્થાપના કરીને અમે તેના દ્વારા કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તે અંગેનો સ્કોપ ડિફાઈન કર્યો છે. ભગતસાહેબે ગુજરાતી વિવેચનક્ષેત્રે, ગુજરાતી કવિતા ક્ષેત્રે ધણું કામ કર્યું છે. તો આ ટ્સ્ટ તેમણે કરેલા કામને લોકો સમશ્ર લાવવાનું કામ કરશે. તેમણે આખી જીંદગી અંગ્રેજી શીખવ્યું છે અને તેનો રસાસ્વાદ વિદ્યાર્થીઓને કરાવ્યો છે. વળી વર્લ્ડ લિટરેચર અને કલ્ચર અંગે પણ તેમનું જ્ઞાાન ખૂબ સમૃધ્ધ હતું.તેથી ટ્રસ્ટ આ અંગેની પ્રવૃત્તિઓ પણ કરશે. ટાગોર સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ પણ આ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાશે.