તમે હંમેશા એમ વિચારતા છો કે મારે શું પસંદ કરવું અને શું પસંદના કરવું તે મારી મરજી કે મારી સ્વતંત્રતા છે. તો હકીકતમાં તેવું નથી. પસંદગી અને ના પસંદગીમાં જ બંધનની શરૂઆત છે. તમને કશું પસંદ છે અને કશુંક ના પસંદ છે. ત્યાંથી જ તમે જીંદગી જેવી હોઇ શકે તેની અનુભૂતિતી માટે તમારી જાતને મર્યાદિત બનાવો છો. ભૌતિક સ્વરૂપે વાત કરીઅે તો તમારા કામ કે તમારા પરિવાર સાથે પસંદગી નાપસંદગી તમને મૂર્ખામીભર્યા કામો કરવા તરફ વાળતી હોય છે. જો તમે કોઇને ના પસંદ કરતા હો તો તે વ્યક્તિ ગમે તેટલા સારા કામ કરે તો પણ તમે તેને જોઇ શકવાના નથી. જો તમે કોઇને પસંદ કરતા હો તો તે વ્યક્તિ ગમે તેટલા ખરાબ કામ કરે તો પણ તેને જોઇ શકવાની નથી. જો તમે કોઇને પસંદ ના કરતા હો તો તમારી તેવી ના પસંદગીમાં અતિશયોક્તિ રહેવાની, આજ પ્રમાણે તમે કોઇને પસંદ કરતા હો તો તમારી તેવી પસંદગીમાં પણ અતિશયોક્તિ રહેવાની આવી અતિશયોક્તિનો અર્થ તમે સભાનતા વિના કે ઇરાદાપૂર્વક સત્યથી અળગા થતા હો છો. સત્યથી અળગા થવાનો અર્થ જ તમે તમારી જાત વિરુદ્ધ કામ કરો છો અને જે લોકો જાત વિરુદ્ધ કામ કરે છે. તેમને દુશ્મનની જરૂર પડતી જ નથી. અાને સ્વસહાય કહે છે. જે તમારી જીંદગીની સુંદરતા છે. તમે સપૂર્ણ તથા સ્વનિર્ભર છો તો તમારી પસંદગી ના પસંદગી એ તમારી મર્યાદા છે કે તે તમારી સ્વતંત્રતા કે મરજી? તમને જે ગમે તે જ તમે કરી શકો એ સ્વતંત્રતા કહેવાય કે બંધન કે ગુલામી? પરિસ્થિતિની જરૂર પ્રમાણે હું જે કાંઇ કરી શકું તે જ આઝાદી સ્વતંત્રતા કે મરજી કહેવાય.
તમે જો કોઇ મર્યાદામાં બંધાઇ જાઅો, તો જીંદગી તમને ત્યાં રહેવા દેશે નહીં. જીંદગી મર્યાદાને તોડીને તેનાથી આગળ જતી હોય છે. મેં ઘણા લોકોને ઢોંસા ખાતા કોફી પીતા અને અર્ધજાગૃત અવસ્થામાં બેઠેલા જોયા છે. પરંતુ તે તેમની પોતાની આનંદની અવસ્થા છે મને તેની સામે વાંધો પણ નથી. કારણ કે કોઇ પણ વ્યક્તિ કોઇપણ મર્યાદિત બાબતથી કાયમ માટે સંતુષ્ટ રહી શકવાનો નથી. થોડા સમય પછી આ ઢોંસા તેમને માટે કેન્સર સમાન નીવડવાના શારીરિક કે ભૌતિક સ્વરૂપનું કેન્સર નહીં તે ચિંતાદાયક બનવાના અને તેને ખાઇ લેવાના. જીંદગીની સુગમતા પણ માણસને ખાઇ જવાની છે.
સમૃદ્ધ લોકો કંગાળ લોકોની સરખામણીમાં ઘણું બધું વેઠતા હોય છે. કારણ કે જીંદગી સુગમતા, સરળતા કે આરામ તેમને ખાતો હોય છે. તમામ લોકોને મર્યાદાના બંધન તોડી આઝાદ થવાની ઝંખના હોય છે. તે માટેનો માર્ગ તે લોકો જાણતા હોય તેવો ગમે તે હોય પરંતુ આ સૌ કોઇ રીતે આઝાદ થવા મથતા હોય છે. જો કોઇ એમ વિચારે કે જો તેને દસ મિલિયન ડોલર મળી જાય તો પછી નિરાંત, તો પછી તે દિશામાં જ કામ કરવાનો છે. અન્ય બીજો કોઇ એમ વિચારે કે તેના બધા જ નાણા દાન કરી દે તે પછી તેને નિરાંત તો તે દિશામાં જ આગળ વધશે. અન્ય કોઇને યોગ્ય કૌટુંબિક માળખાના સર્જનની ઝંખના હોય કે પછી અન્યને કુટુંબથી દુર થઇને નિરાંત પામવાની ઇચ્છા હોય તો તેઅો એમ જ કરે છે. આજ પ્રમાણે નિરાંત, આઝાદી કે સ્વતંત્રતા માટેના અલગ અલગ વિચારો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જાણે કે અજાણે સૌ કોઇને તેમને બંધનકર્તા હાલતમાંથી આઝાદી કે નિરાંતની ઇચ્છા હોય છે. તમારે શેનાથી આઝાદ થવું છે. કે નિરાંત મેળવવી છે તેનો આધાર તમારા માટે શું બંધનકર્તા છે તેના ઉપર છે. પરંતુ મૂળભૂત વાત તે છે કે સૌ કોઇને આઝાદી કે નિરાંત પામવી હોય છે.
તાજેતરમાં મને કોઇએ એમ કહ્યું કે લાંબા સયમ સુધી તે આઝાદપંખી હતો પરંતુ હાલમાં તે ઘણી બધી બાબતોમાં સપડાઇ ગયો છે. જો આઝાદી માટેનો તમારો વિચાર પંખી હોય તો તેમ શા માટે? કારણ કે તમે તો ધરતી સાથે જકડાયેલા છો અને પક્ષી તો ઉડે છે. તમે પક્ષીના ચહેરા સામે જુઅો અને નિહાળો કે શું તે પંખી આનંદ અને આઝાદીભેર ઉડે છે. કે કેમ? હકીકતમાં એવું નથી હોતું પંખી તો તેનું ઉડવાનું કામ કરે, તમે પણ તમારું કામ ચાલતા રહેવાનું છે. પંખી આકાશમાંથી ધરતી ઉપરના જીવજંતુ નિહાળતું હોય છે. જો તમે એમ માનતા હો કે પંખી ઘણી બધી આઝાદી અને નિરાંત અનુભવે છે તો પછી વિમાનના પાઇલોટો તો ઉડ્ડયન દરમ્યાન સંપૂર્ણ આઝાદી કે નિરાંત જ અનુભવતા હોવા જોઇએ પરંતુ વાસ્તવમાં આમ નથી હોતું.
માનવી પંખી બને તે પ્રગતિ નહીં પરંતુ નીચલી પાયરીએ ઉતરવા સમાન છે. હાલમાં તમે આઝાદી કે મુક્તિને તમે જાણતા નથી. જેનો તમને અનુભવ ના હોય તે વિષે ક્યારેય વિચારો નહીં, જો તમે વિચારશો તો તમે કલ્પનાને જ પામશો તમારી કલ્પનામાં તો તમારા જીંદગીના ભૂતકાળના અનુભવ જ ઉમેરાવાના ખાસ ધ્યાનમાં લો કે તમે ક્યારેય 100 ટકા નવતરની કલ્પના કરી શકતા જ નથી. તમે જે થોડુંઘણું જાણતા હો તે જ લઇ શકવાના અને તેમાં ઘણીબધી રીતે વધારો થવાનો માનવીય કલ્પના એ હાલમાં અસ્તિત્વમાં હોય તે વાસ્તવિક્તા સુુધારા વધારા કે હકીકતથી અળગી સ્થિતિથી વિશેષ કાંઇ નથી. તમે જે જાણતા ના હોય તેની કલ્પના કરી શકતા નથી.
તમને અનુભવ ના હોય તે વિષે ક્યારેય વિચારો જ નહીં જો તમારે ઉડવું હોય તો આકાશ વિષે ના વિચારો તમારૂં કામ તો તમને ધરતી ઉપર જકડી રાખતા બંધનને કેવી રીતે કાપવા તે વિષે વિચારવાનું તથા તેમાં આગળ ધપવાનું છે. જો તમારે આઝાદી જોઇતી હોય તો આઝાદીના અાભાસ કે ભ્રમમાં પડશો જ નહીં. તમને જકડી રાખતા બંધન કે અવરોધને કેવી રીતે દૂર કરવા તે જ તમારી ચિંતાનો વિષય હોવો જોઇએ જો તમે અહીંયા જ જકડાયેલા રહીને બેસી રહો અને આઝાદીના સ્વપ્ન જોયે રાખો કે જેનો તમને અનુભવ જ ના હોય તો તેમ થવાનું નથી. જો તમે બંધનની બેડીમાંથી મુક્ત થઇ શકો તો આઝાદીનું પ્રથમ સ્તર કે તબક્કો છે. તમે કદાચ બંધનના બીજા તબક્કાને જાણી શકો તો તે પછી આપણે જોઇશું ત્યાં સુધી તમને જકડી રાખતા બંધનો એ જ વાસ્તવિક્તા છે અને ચાલો આપણે આવા બંધનોમાંથી મુક્ત થઇએ.
– Isha Foundation