નિષ્ફળતા જેવું, કાંઇ હોતું નથી. નિષ્ફતા એ એક વિકલ્પના કે વિચાર છે કારણે સફળતા એ પણ મૂર્ખામી ભર્યો વિચાર જ છે. વિશ્વને બદલવા મથવાના બદલે વિચારને જ બદલો. જો તમે આમ કરી શકો બધું જ બરાબર અને સારૂં જ છે. જો ભૂતકાળમાં તમે રસ્તા ઉપરના ભિખારી હો અને આજે તમે કોઇ રેસ્ટોરાંમાં જઇને મસાલા ઢોસા ખાઇ શકતા હો તો આ સફળતા જ છે. ખરું કે નહીં? તમે સામાજિક પરિસ્થિતિના ચકરાવામાં ફસાઇ ગયા છો અને સફળતાનો વિચાર પણ તમારો પોતાનો નથી. હું આમ તમને કેમ કહું છું? સફળતા કોને કહેવાય કે સફળતા શું છે તે પણ અન્ય કોઇનો વિચાર છે. દરેક વિચારો લાગણી કે મૂલ્યો એ તમે અન્ય ક્યાંકથી અપનાવ્યા હોય છે અને તે જ તમારા ઉપર રાજ કરે છે તમારા ધર્મ તમારા સમાજ અને સંસ્કૃતિએ પણ આમ માનવા માટે તમને પ્રેર્યા છે. અન્ય કોઇની કલ્પના કે વિચારના ગુલામ ના બનો તે પોતે જ સૌથી પહેલી અને મોટી સફળતા છે.
સફળતા અને નિષ્ફળતા એ તમારા જીવનમાં આવતા નાણા પ્રવાહના સ્વરૂપમાં નથી. સફળતા અને નિષ્ફળતા એ જગતમાં તમને સાંપડતા આવકાર કે માન્યતા આધારિત પણ નથી. જો તમે નર્કાગારમાં પણ આનંદભેર કેવી રીતે ચાલી શકાય તે તમે જાણતા હો તો તમે તમારા જીવનમાં સફળ જ છો.
જે કોઇણ આ જીવનને મોટી સંભાવના માટેના પગથિયાંરૂપ ગણે છે તેના માટે નિષ્ફળતા જેવું કાંઇ હોતું નથી. જે કોઈ તેની જીંદગીની સીધી સાદી ઘટનાઅોને જીવનના લક્ષ્ય રૂપ ગણતો ઘટનાઅોને જીવનના લક્ષ્ય રૂપ ગણતો હોય તેના માટે સફળતા અને નિષ્ફળતા જેવું હોય છે. જો તમે જીંદગીને મોટી શકયતાના પગથિયાં રૂપ ગણતા હો જો તમારી પાસે સારો કે ખરાબ સોદા જેવી ગમે તે સ્થિતિ હોય તે સારુંં જ અને ઉપયોગી છે અને તેમે તમારા સારા માટે જ તેનો ઉપયોગ કરવાના છો.
એક ખેડૂત હતો કે જે તેના સારા કે ખરાબ પાક માટે જવાબદાર કુદરતી પરિબળોથી થાકી ગયો હતો. તેથી તેણે એક દિવસ ભગવાન શીવને પ્રાર્થના મુલાકાત પણ કરી અને ફરિયાદના સૂરમાં કહ્યું કે હું આ બધી મૂર્ખામીભરી કુદરતી ઘટનાઅોથી થાકી ગયો છે. સ્વાભાવિક રીતે તમે ખેડૂત નથી. હું ઇતિહાસ થકી જાણું છું કે તમે શિકારી હતા. તમે જાણતા નથી કે કુદરતી ઘટનાઅોનું ખેતી માટે શું મહત્વ છે? અને આથી તમે કુદરતી ઘટનાક્રમ મારા હાથમાં કેમ નથી સોંપતા? હું ખેડૂત છું હું જાણું છું કે ક્યારે વરસાદ પડવો જોઇએ. ક્યારે સૂર્યપ્રકાશ હોવો જોઇએ કે ક્યારે પવન ફૂકાંવો જોઇએ. હું બધું જ જાણું છું. તમે શિકારી છો એટલે તમે કશું જ જાણતા નથી. તમે સારા ખેડૂત અવશ્યપણે નથી એટલે જ ખોટા સમયે વરસાદથી માંડીને બધું જ ખોટા સમયે થતું હોય છે. એટલે આ બધું મારા ઉપર છોડી દો. ભગવાન શીવ હળવા મિજાજમાં હતા અને તેમણે ખેડૂતને કહ્યું સારૂં આજથી કુદરત તારા હાથમાં રહેશે. આ પછી રાજી થતાં થતાં ખેડૂતે તેના પાક માટેનું આયોજન ઘડી કાઢ્યું. ખેડૂતે વરસાદનું કહેણ નાંખતા જ વરસાદ થયો. તેણે જમીનમાં આંગળી ખોસી જોયું કે ચાલો જમીન છ ઇંચ ઉંડે સુધી ભીંજાઇ ગઇ છે એટલે તેણે વરસાદને બંધ થવા કહી દીધું તે પછી તેણે હળથી ખેતર ખેડી અને મકાઇના બી વાવી નાંખી બે દિવસ વરસાદ અને તે પછી સૂર્યપ્રકાશની પણ રાહ જોઇ ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતે છાંયા માટે વાદળનું કહેણ પાઠવતાં વાદળો પણ છવાયા.
ખેડૂતે જેમ ઇચ્છ્યું તેવા આયોજનવાળો મકાઇનો સુંદર પાક તૈયાર થયો આનંદથી પુલકિત ખેડૂત બોલવા લાગ્યો જોયું કેટલો સુદર પાક છે. કુદરત તો ખેડૂતના જ હાથમાં હોવી જોઇએ. જ્યારે પાક લણવાનો સમય આવ્યો તો ખેડૂતે ખેતરમાં પક્ષીઓ ના આવે તેવું કહેણ પાઠવતાં પક્ષીઅો પણ ના આવ્યા ખેડૂતે ખેતરમાં જઇ પાક લણવા માંડ્યો તો તેમાં અનાજના કણ કે મકાઇ જ ન હતી ખેડૂત ફરી માથું ખંજવાળવા લાગ્યો કે તેણે વરસાદ પાણી સૂર્યપ્રકાશ અને બધું જ યોજના પ્રમાણે પૂરું કર્યું છતાં પણ મકાઇ કેમ ના આવી.
ખેડૂત ફરીથી ભગવાન શીવના દ્વારે પહોંચ્યો અને ફરિયાદ કરવા લાગ્યો કે મેં બધું જ યોજના પૂર્વક કર્યું હોવાછતાં આમ કેમ થયું? તમે તો કાંઇ ભાંગફોડ કરી નથીને ભગવાન શીવે કહ્યું કે હું તો માત્ર જોતો હતો. આ બધાનો કાર્યભાર તારા હાથમાં જ હતો મેં ક્યાંય દરમ્યાનગીરી કરી નથી. વરસાદ પણ સારો હતો. વરસાદ અને બીજું બધું પણ બરાબર હતું પણ તે પવનને તો અટકાવી દીધો હતો. હું ત્યારે પુષ્કળ પવન પણ ફૂંકાવતો હતો અને એટલે તેનાથી તારો પાક જોખમાતો અને છોડવા ટકી રહેવા માટે પોતાના મૂળિયાં ઊંડા ઉતારતા અને અનાજનાં કણ ઉદ્્ભવતા અત્યારે તારો મકાઇનો પાક ઘણો વધારે છે પણ મકાઇ ક્યાં છે?
જેવી મકાઇનો પાક પોતાની મજબૂતી માટે પવનનો ઉપયોગ કરે છે. તેવી રીતે તમારા જીવનમાંથી વિભિન્ન પરિસ્થિતિ તેમને મજબૂત કે સારા બનાવવા અથવા તમને હસાવવા કે રડાવવા માટે ઉપયોગમાં આવી શકે. પસંદગી તમારે કરવાની છે. તમારા જીવનમાં ગમે તેવું ભયાનક બને તેનો પણ તમારા વિકાસ કે સારા માટે ઉપયોગ થઇ શકે છે. તમારા જીવનની નાની ઘટનાઅો, તમારો વેપાર તમારૂં લગ્ન, તમારા બાળકો એ મોટી સંભવાના માટેનાં પગથિયાંરૂપ છે. આ તમારા માટે નવું નથી કારણ કે આ સંસ્કૃતિમાં તેમને હજારો વર્ષો સુધી મૂક્યા છે. તમને કહેવાયું છે કે તમારું જીવન મુક્તિ, લગ્ન, વેપાર, સામાજિક જીવન માટે અને ત્યાં જવા માટેના માધ્યમ છે. તમે તેની સાથે જાઅો તેના વિના તમે સન્યાસી હો કે સંસારમાં હો તમારું લક્ષ્ય મૂક્તિ છે. – Isha Foundation