એક્ટર્સ નેહા ધુપિયા અને અંગદ બેદીએ મેરેજ કરી લીધા છે. તેમણે ગુરુવારે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફોટોગ્રાફ્સ સાથે તેમના મેરેજની જાહેરાત કરી હતી.નેહાએ તેના ફોટોની સાથે કેપ્શન લખી હતી કે, ‘મારી લાઇફનો બેસ્ટ નિર્ણય.. મેં મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે મેરેજ કર્યા. અંગદે પણ એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો અને લખ્યું હતું કે, ‘બેસ્ટ ફ્રેન્ડ..હવે વાઇફ!! વેલ, હેલ્લો મિસીસ બેદી!ફોટોગ્રાફ્સમાં અંગદ આઇવરી શેરવાનીમાં જ્યારે નેહા લાઇટ પિન્ક લહેંગામાં જોવા મળે છે.નેહા અને અંગદ છેલ્લા કેટલાક સમયથી ડેટિંગ કરતા હતા.તેમના પ્રોફેશનલ એસાઇનમેન્ટ્સની વાત કરીએ તો નેહા અત્યારે રેડિયો અને ટીવી પર તેના ચેટ શોઝમાં બિઝી છે. એ સિવાય તે કેટલીક ફિલ્મ્સ પણ કરી રહી છે. તે રિસન્ટલી ‘તુમ્હારી સુલુ’ અને ‘કરીબ કરીબ સિંગલ’માં જોવા મળી હતી. બીજી તરફ અંગદે સલમાન ખાન સ્ટારર ‘ટાઇગર જિંદા હૈ’માં મહત્વનો રોલ પ્લે કર્યો હતો. એના પહેલાં તે ‘પિન્ક’માં નેગેટિવ રોલમાં પણ જોવા મળ્યો હતો. તેની આગામી ફિલ્મ ‘સૂરમા’ છે કે જેમાં તે હોકી પ્લેયરનો રોલ પ્લે કરી રહ્યો છે.