A still image taken from video circulated on social media, apparently taken by a gunman and posted online live as the attack unfolded, shows him retrieving weapons from the boot of his car in Christchurch, New Zealand, March 15, 2019. Social Media Website/Handout via REUTERS TV ATTENTION EDITORS - THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY. NO RESALES. NO ARCHIVES

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં શુક્રવારે સવારે ગોળીબારની હીચકારી ઘટનામાં 49 લોકોનાં  મોત નિપજ્યાં છે. જયારે  મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પણ મળી છે. પોલીસ કમિશનર માઈક બુશે જણાવ્યું હતું કે આ હુમલામાં સંખ્યાબંધ (આશરે ૩૦થી વધુ) લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના છે. હુમલા બદલ એક મહિલા અને ત્રણ પુરુષ સહિત ચારે ઝડપી લેવામાં આવ્યા છે. જો કે હજુ પણ બધુ સલામત હોવાની આશંકા છે અને તપાસ જારી છે. આ ઘટનામાં વધુ હુમલાખોરોને ઝડપી લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. ‘ક્રાઈસ્ટચર્ચની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં શૂટર્સ ઘુસી આવ્યા છે જે હજી પણ સક્રિય છે. પોલીસ તેને ઠાર કરવાના શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ હજી પણ પરિસ્થિતિ પોલીસના હાથની બહાર છે.’ સ્થાનિક મીડિયાના અહેવાલ મસ્જિદમાં ગોળીબાર થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ ઘટનાને કારણે બીજી મસ્જિદમાંથી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ દુર્ઘટના સમયે ત્યાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાજર હતા જો કે તેમનો આબાદ બચાવ થયો છે.