ભારતના ટોચના ક્યુઈસ્ટ પંકજ અડવાણીએ ર‌વિવારે પોતાના વર્લ્ડ ટાઈટલમાં વધુ એકનો ઉમેરો કર્યો હતો. ર‌વિવારે આઇબીએસએફ વર્લ્ડ ‌બિ‌લિયર્ડ્સ ચે‌મ્‍પિયનશીપની ફાઇનલમાં પંકજ અડવાણીએ શાનદાર દેખાવ સાથે કટ્ટર હરીફ, ઈંગ્લેન્ડના માઈક રસેલને હરાવ્યો હતો. અડવાણીનું આ 17મું વર્લ્ડ ટાઈટલ હતું.
અડવાણીએ રસેલને 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) થી હરાવી ટાઇટલ જાળવી રાખ્‍યું હતું. પંકજ ગત વર્ષે બેંગલુરૂમાં પણ ચે‌મ્‍પિયન બન્‍યો હતો. અગાઉ પંકજે સે‌મિફાઇનલમાં ભારતના જ તેના સાથી ખેલાડી રૂપેશ શાહને 5-2થી હરાવ્યો હતો, તો રસેલે ‌સિંગાપોરના પીટર ‌ગિલ‌‌િક્ર‌સ્‍ટ સામે 5-1 થી ‌વિજય મેળવ્યો હતો.
આ સાથે, પંકજ અડવાણી કોઇ પણ રમતમાં સૌથી વધુ વર્લ્ડ ટાઇટલ જીતનારો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે અત્‍યાર સુધી કુલ 17 વર્લ્ડ ટાઇટલ જીત્‍યો છે. અન્‍ય કોઇ પણ રમતમાં કોઇ ભારતીય ખેલાડી આટલા વર્લ્ડ ટાઇટલ જીતી શક્યો નથી. અડવાણીના નામે ‌બિ‌લિયર્ડ્સના 13 અને સ્‍નૂકરના ચાર વર્લ્ડ ટાઈટલ છે.
હવે પંકજ અડવાણીની નજર ગ્રાન્‍ડ ડબલ પર રહેશે. સોમવારથી દોહામાં જ રમતના લાંબા ફોર્મેટની ટુર્મામેન્‍ટનો પ્રારંભ થઈ ગયો છે. હવે તે આઈબીએસએફ વર્લ્ડ ‌બિ‌લિયર્ડ્સ ચે‌‌િમ્‍પયનશીપ – 2017 જીતી ગ્રાન્‍ડ ડબલ પૂરી કરવાનો પ્રયાસ કરશે