સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો જાહેર કરી દીધો છે. પંચકુલા સ્થિત સીબીઆઈ સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ જૂના હત્યાના કેસમાં ગુરમીત રામ રહીમ, નિર્મલ, કુલદીપ અને કૃષ્ણ લાલને દોષિત જાહેર કર્યા છે. વિશેષ સીબીઆઈ કોર્ટ દ્વારા આ ચારેય આરોપીઓની સજાની સુનાવણી 17 જાન્યુઆરીના કરાશે.