રૂપાંતર કે પરિવર્તન અને નેતાગીરીને અલગ પાડી ના શકાય તેમ જણાવતા સદ્્ગુરુ કહે છે કે કોઇ પણ નેતાના કોઇ પણ પગલામાં ઘણા લોકોના જીવનમાં સીધા કે આડકતરા ફેરફાર, પરિવર્તન કે રૂપાંતરની તાકાત હોય છે. જે કોઇ સારા નેતા બનવા માંગતા હોય તેમણે પોતાની જાતને પણ સતત બદલાતી, પરિવર્તિત કે ફેરફાર માટે તૈયાર રાખવી રહી.
જો કોઇએ સારા નેતા બનવું હોય તો તેણે પોતાની જાતને વ્યાપક શકયતાઅો કે સંભાવનાઅોમાં પરિવર્તિત કરવી રહી. વ્યક્તિગત ચિંતા કેટલાક અર્થમાં કાંઇક અંશે મોટી ચિંતા પણ બની શકતી હોય છે. એક નેતા દ્વારા દીર્ઘષ્ટિથી જે કાંઇ જોઇ શકાતું હોય તે અન્યો દ્વારા ના પણ જોઇ શકાતું હોય. કોઇ પણ નેતાએ સુપરમેન થવાની જરૂર નથી તેણે બધું જાણવાની જરૂર નથી હોતી. મોટાભાગના નેતાઅો ઘણું બધું જાણતા હોતા નથી. પરંતુ તે લોકો જે અન્ય લોકો નથી જોઇ શકતા તેને જોઇ શકે છે તે દ્વારા આવા નેતા ચોક્કસ હેતુસર લોકોને ભેગા કરી શકે છે અને આવી આવડત તેમને નેતા બનાવે છે.
તમે કોણ છો, તમારું મગજ કેવું છે, તમારી લાગણીઅો હાલમાં તમે સાચા છો કે કેમ આ બધી બાબતો તમે જગતમાં જે કાંઇ કરો છો તેવા પગલાઅોમાં વ્યક્ત થતી હોય છે અને એક વખત તમે નેતા પદે પહોંચો છો તે પછી તમારા વિચારો લાગણી અને દરેક પગલાંની ઘણા બધા લોકો ઉપર અસર પડતી હોય છે. તમારી નેતાગીરીના સ્વરૂપના આધારે આવી અસર કેટલાક સેંકડો, હજાર કે લાખો લોકો ઉપર પડતી હોય છે. અને આવું જ્યારે થાય છે ત્યારે નેતા બનવા ઇચ્છનાર માટે જગતમાં તે શું કરી શકે તે ઉપર જ નહીં પરંતુ પોતે પોતાનામાં કેટલા સક્ષ્મ છે તે પણ વિચારવું જોઇએ.
ઘણા બધા લોકોના જીવન ઉપર ગાઢ અસર છોડી શકે તેવી જવાબદારીના સ્તરે જ્યારે તમે પહોંચો છો ત્યારે પહેલાં પોતાની જાતને બદલવા ફેરફાર કે પરિવર્તન માટે તૈયારી ના હોય તો તે જે તે નેતા માટે બે જવાબદાર ગણાશે નેતાગીરીના કિસ્સામાં તે આવશ્યક છે કે કાંતો તમે લોકોના જીવનમાં સીધા જ પરિવર્તન કે બદલાવ લાવો અથવા તો તમે પરિસ્થિતિને એ રીતે બદલો કે જેનાથી અન્યોના જીવનમાં ફેરફાર કે પરિવર્તન આવતા હોય છે અને એટલે જ નેતાગીરી અને રૂપાંતર, બદલાવ કે પરિવર્તનને અલગ પાડી શકાય નહીં.
તમે કોઇ પણ અગ્રણી કંપની હો, કોઇ સમુદાય કે શહેર પછી દેશ જે કેમ ના હો પરંતુ સૌ કોઇની અપેક્ષા મહત્વાકાંક્ષાથી કંઇક અંશે સમાન જ હોય છે. તે બાબત લોકોને સમજાવવાની કળા નેતાગીરી પાસે હોવી જ જોઇએ એક વખત હું પહેલી વખત વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ગયો તો લોકો મારી સામે નારાજગી અને માઠાભાવથી જોવા લાગ્યા કેટલાકે તો કહી પણ નાંખ્યું કે અાર્થિક કોન્ફરન્સમાં એક આધ્યાત્મિક વ્યક્તિ શું કરે છે?
મને લાગ્યું કે મારે તેમની સાથે તેમની જ ભાષામાં વાત કરવી રહી. એટલે મેં પ્રશ્ન કર્યો કે તમે શું કરો છો? તમારો વેપાર ધંધો કયો? એક વ્યક્તિએ પોતાની અોળખ બીજા સૌથી મોટા કમ્પ્યુટર ઉત્પાદક તરીકે આપી. અન્યએ પોતે કાર ઉત્પાદક હોવાની તથા બીજા એકે પોતે સેફ્ટી પીન ઉત્પાદક હોવાનું જણાવ્યું મેં વાત આગળ વધારવા જણાવ્યું કે તમે કમ્પ્યુટર કાર સેફ્ટી પીન કે અંતરિક્ષયાન ઉત્પાદક હો પરંતુ તમારો મૂળભૂત ધંધો કયો? જવાબ ફરીથી કમ્પ્યુટર ઉત્પાદકનો જ આવ્યો.
હવે મેં જણાવ્યું કે તમારો મૂળભત ધંધો કમ્પ્યુટરનો નહીં પરંતુુ માનવ કલ્યાણનો છે. તમે કમ્પ્યુટર કેમ બનાવો છો તે તમે ભૂલી ગયા લાગો છો. માનવ જીવનને વધુ સહજ, સરળ બનાવવાના પાયાના આશયથી તમે કમ્પ્યુટર ઉત્પાદકથી કરો છો આ જ બાબત કાર સેફ્ટી પીન કે અન્ય ઉત્પાદનને લાગુુ પડે છે. અને તે તમામ માનવ જીવનને લાગુ પડે છે અને તે તમામ માનવ જીવનને સહાયરૂપ થવા માટે જ હોય છે. એટલે કે મૂળભૂત કે પાયા રૂપ ધંધો તો માનવ કલ્યાણનો થયો અને મારો ધંધો પણ માનવ કલ્યાણનો છે અને માટે જ હું આ બેઠકમાં ઉપસ્થિત રહ્યો છું.
લોકો નેતા પાસેથી એવી અપેક્ષા રાખતા હોય છે કે તે સીધો, સાદો, સરળ હોય લોકો સાથે પ્રપંચ, કપટ કે કાવાદાવા થાય તો લોકો તેને સ્વીકારતા નથી. નેતા બનવા માટે કુશાગ્ર બુદ્ધિ શક્તિ કે સુપરમેન પાવરની જરૂર નથી જો તમે સીધા સાદા સરલ હશો તો તમારી નિષ્ઠા છતી થવાની જ. જો તમારી પાસે દીર્ધ દૃષ્ટિ અને થોડી ઘણી બાબતોને સમજવાની પરખ હશે તો તે તમને નેતા બનાવશે.
જો તમે સાચા અર્થમાં સૌને સાથે રાખી શકો તેવા સમાવેષક હશો તો તમારામાં સ્વભાવિપણે બધી બાબતો પારખવાની સમજશક્તિ પણ હોવાની. આમ હશે તો તમારામાંની નિષ્ઠાના પગલે તમારી આસપાસ યોગ્ય પ્રકારના લોકો જ ભેગા થશે અને પછી તમારી ક્ષમતા પ્રમાણે બધું થતું રહેશે. તમે લોકોની ક્ષમતાને સરખાવી ના શકો લોકો અલગ અલગ ક્ષમતા સાથે આવતા હોય છે અને તે યોગ્ય પણ છે. સવાલ એટલો જ છે કે તમે તેનો શક્ય તેટલી પૂર્ણ ક્ષમતાથી ઉપયોગ કરી શકો કે નહીં? જો તમે તમારી જાતે જ રોજીંદા ધોરણના એક મુદ્દારૂપ હો તો પછી તમે બહારના પ્રશ્નો કે મુદ્દાઅોને કેવી રીતે નીવારી શકવાના છો જો તમે જાતને જ મુદ્દા કે સમસ્યાવિહીન બનાવી શકો તો જ તમે બહારના પ્રશ્નોને તમારી પૂર્ણ ક્ષમતાથી હલ કરી શકશો અને તે સાથે જ તમારી નેતાગીરી સરળ અને દબાણ વિનાની બની રહેશે અને તે જ પરિવર્તન શીલ નેતાગીરી છે.
– Isha Foundation