અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાલાનું સ્પેસક્રાફ્ટ ‘જૂનો’ પાંચ વર્ષની લાંબી સફર કરીને જૂપિટરની કક્ષામાં પહોંચી ગયું છે. જૂનોના ચીફ સાઇન્ટિસ્ટ સ્કોટ બોલ્ટનએ કહ્યું કે આ નાસાનું સૌથી મુશ્કેલ કામ હતું.

જૂપિટરની કક્ષામાં પહોંચવા માટે જૂનોને 5 વર્ષોમાં આશરે 280 કરોડ કિલોમીટરની સફર કરી છે. જૂનોને અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાને 5 ઓગસ્ટ 2011ના રોજ લોન્ચ કરી હતી. જૂનો યાનની એવરેજ સ્પીડ 38 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે.પરંતુ જૂપિટરની નજીક પહોંચવા પર તેની ઝડપ 2 લાખ 66 હજાર કિલોમીટર પ્રતિ કલાક થઇ જશે.
નાસાની જૂનો સ્પેસક્રાફ્ટની બનાવટ એવી હતી કે ત્યાના વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્રની જાણકારી પૃથ્વી સુધી પહોંચાડશે. જૂનો એ શોધવાનો પણ પ્રયત્ન કરશે કે શું ગેસ જાયન્ટ માનવામાં આવતો જૂપિટર પ્લેનેટની ગેસની પરત નીચે કોઇ પથ્થરવાળું કેન્દ્ર છે કે નહીં. ફેબ્રુઆરી 2018માં આ યાન ગ્રહની શોધ પૂરી કરી લેશે.

LEAVE A REPLY

twelve + 2 =