દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છેલ્લાં પાંચ વર્ષમાં પહેલી વાર એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચૂંટણી પ્રક્રિયા બાદ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે અત્યાર સુધી થયેલા ચૂંટણી પ્રચારને આધાર બનાવીને કહી શકું છું કે દેશમાં ફરીથી નરેન્દ્ર મોદી સરકાર બનવા માટે જઈ રહી છે. પાછળના પાંચ વર્ષોમાં જેટલી પણ મોટી ચૂંટણી થઇ તેમાં અમને સફળતા મળી છે.
આ ચૂંટણી આઝાદી પછી ભાજપની દ્રષ્ટિએ સૌથી વધુ મહેનત વળી અને સૌથી મોટી વિસ્તૃત ચૂંટણી અભિયાન રહ્યું છે. અમે આ ચૂંટણીના અનુભવ પરથી એવું કહી શકીએ છીએ કે જનતા અમારા કરતાં આગળ રહી છે. મોદી સરકાર ફરીથી બનાવવાનો ઉત્સાહ જનતામાં દેખાઈ રહ્યું છે. ભાજપ જનસંઘના સમયથી લઈને અત્યાર સુધી સંગઠનાત્મક રીતે કામ કરવા વાળી પાર્ટી રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે મૈં ભી ચોકીદાર અભિયાન સફળ રહ્યું આ સૂત્ર વોલિનિટીયર્સએ જ આપ્યું હતું. મોદી હૈ તો મુમકીન હૈ આ સૂત્ર પણ વોલિન્ટીયર્સએ જ આપ્યું હતું. અમારા તરફથી ચૂંટણી પ્રચારમાં હર બાર મોદી સરકાર સૂત્ર જાહેર કરવામાં આવ્યું.
અમિત શાહ બાદ મોદીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે દેશમાં સક્ષમ સરકાર હોય છે તો રમઝાન પણ થાય છે,આઇપીએલ થાય છે અને ચૂંટણીઓ પણ થાય છે. આ દરેક વાત કોઈ ઉપ્લબધિઓ તરીકે નથી કહી રહ્યો. હું માની રહ્યો છું કે અમે ઘણી વાતો એવી છે કે જે દુનિયા સામે ગર્વથી કહી શકીએ છીએ. આ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. લોકતંત્રની તાકાત દુનિયા સામે લાવવી એ દરેક ભારતીયોનો હક છે. આપણે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ કે આપણો દેશ કેટકેટલી વિવિધતાથી ભરેલો છે. મોદીએ જણાવ્યું, ચૂંટણીનો પ્રચાર શાનદાર રહ્યો,સકારાત્મક ભાવથી ચૂંટણીઓ થઇ. પૂર્ણ બહુમત વાળી સરકાર પાંચ વર્ષ પુરા કરીને ફરીથી દેશમાં આવે અને આ દેશમાં બહુ લાંબા સમય પછી થઇ રહ્યું છે તે સૌથી મોટી વાત છે.
મોદીએ જણાવ્યું, 2014માં 16મી મે ના રોજ પરિણામ આવ્યું હતું અને 17મી મે ના રોજ એક દુર્ઘટના બની હતી.17મી મેના રોજ સટ્ટાખોરોને મોદીની હાજરીથી મોટું નુકસાન થયું હતું. સટ્ટો લગાવવા વાળા લોકો ડૂબી ગયા હતાં,ઈમાનદારીની શરૂઆત 17મી મે થી થઇ હતી. જયારે હું ચૂંટણીઓના પ્રચાર માટે નીકળ્યો ત્યારે મન બનાવીને નીકળ્યો હતો અને છેલ્લે સુધી તેના પર અડગ રહ્યો. મેં દેશવાસીઓને કહ્યું હતું કે 5 વર્ષ જે દેશની જનતાએ મને આપ્યાં છે તેનો હું આભાર વ્યક્ત કરવા માટે આવ્યો છું. અનેક ઉતાર ચઢાવ આવ્યાં પરંતુ દેશ સાથે રહ્યો. મારા માટે ચૂંટણીઓ દેશનો આભાર વ્યક્ત કરવા માટે હતી.