પાકિસ્તાનની પાકિસ્તાન તહરીકે-એ-ઇન્સાફ પાર્ટીનાં પ્રમુખ ઇમરાન ખાન વડાપ્રધાન પદ માટેનાં શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત થનારા મહેમાનોની લિસ્ટમાં બદલાવ કરાવામાં આવ્યા છે, હવે સ્પષ્ટ થઇ ગયું છે કે ઇમરાન ખાને કયાં ત્રણ ક્રિકેટરોને તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કર્યા છે. તેમણે ભારતનાં ત્રણ ક્રિકેટરો કપિલ દેવ, સુનીલ ગવાસ્કર અને નવજોત સિંહ સિદ્ધુને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કર્યા છે. નોંધનીય છે કે શપથ ગ્રહણ સમારોહ પહેલા 11 ઓગસ્ટે યોજાવવાનો હતો, પરંતુ હવે આ સમારોહ 18 ઓગસ્ટે યોજાશે.

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇની નવી યોજના પ્રમાણે ભારતના ત્રણ મહાન ક્રિકેટરોને ઇમરાનનાં શપથ ગ્રહણ સમારોહામાં આમંત્રિત કરવામાં આવ્યા છે. પીટીઆઇનાં પ્રવક્તા ફૈસલ જાવેદે જણાવ્યું કે, ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારોહમાં કપિલ દેવ, સુનીલ ગવાસ્કર અને નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, પાકિસ્તાનની 1992નાં વિશ્વ કપ વિજેતા ટીમને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવી છે.

આ અગાઉ જાવેદે ટ્વિટર પર લખ્યું હતું કે, ઇમરાન ખાન 18 ઓગસ્ટે દેશનાં નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. તેમણે લખ્યું હતું કે, ઇન્સાઅલ્લાહ, ઇમરાન ખાન 18 ઓગસ્ટ,2018એ પાકિસ્તાન ઇસ્લામી દેશનાં વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે. પરંતુ હજુ સુધી શપથગ્રહણ સમારોહ માટે કોઇ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી.

તેમણે આ ટ્વીટ રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન દ્વાર 13 ઓગસ્ટે નેશનલ એસેમ્બલીનાં સત્રની ઘોષણા કર્યા બાદ કરી હતી. નેશેનલ એસેમ્બલીનાં સત્ર દરિમયાન નવા ચૂટાંયેલા સભ્યો શપથ ગ્રહણ કરશે. પાકિસ્તાનનાં રાષ્ટ્રાપતિ શપથ ગ્રહણ સમારોહ માટે તેમની સ્કોટલેન્ડની યાત્રાને પાછળ ઠેલવવાનો નિર્ણય કર્યો છે.