પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી 18 સ્વૈચ્છિક સંસ્થાઓની દેશમાં રહેવાની અપીલ ફગાવી દીધી છે અને એમને પોતાના દેશમાં હકાલપટ્ટી કરવા પાકિસ્તાને આદેશ કરી દીધો છે.
એક એનજીઓ એ ગુરુવારે કહ્યું કે આ પગલાંથી લાખો ગરીબ પાકિસ્તાનીઓ પર અસર પડશે અને લાખો અબજની ડોલરની મદદથી વંચિત રહી જશે. મીડિયા અહેવાલ અનુસાર પાકિસ્તાને જે એનજીઓને દેશ છોડવા તાકીદ કરી છે, એમાં મોટાભાગના અમેરિકા, બ્રિટન અને કેટલાક યુરોપીય દેશોના છે.
આ 18 સિવાય અન્ય 20 બીજા એનજીઓ એ પણ પાકિસ્તાન છોડવા પડી શકે છે. કારણ કે પાકિસ્તાન સરકારે થોડાક મહિના પહેલાં કોઈ જ ખુલાસા વગર 38 એનજીઓની હકાલપટ્ટી કરી હતી. આ નિર્ણય સુનિયોજિત રીતે આંતરરાષ્ટ્રીય સંગઠનો પર કરાયેલી કાર્યવાહી છે.
આ સંસ્થાઓ પર વિઝામાં ગરબડી સહિતના આરોપ પાકિસ્તાન સરકાર લગાવી રહી છે. પાકિસ્તાન એવી આશંકા વ્યક્ત કરી રહ્યું છે કે અમેરિકા અને યુરોપિયન દેશો આ એનજીઓના કર્મચારીના નામે પોતાના દેશમાં જાસૂસી મોકલી રહ્યા છે. ગુરુવારે પાકિસ્તાનના માનવાધિકાર પ્રધાન શિરીન માજરીએ ટ્વીટ કર્યું કે 18 સંગઠનોને દુષ્પ્રાચર કરવાના મામલે દેશ છોડવા કહ્યું છે. 15 એનજીઓનું પ્રતિનિધિત્વ કરનાર પાકિસ્તાન હ્યુમેનટેરિયન ફાઉન્ડેશનના પ્રવક્તા ઉમૈર હસને કહ્યું કે, અમારા સંગઠનો એકલા ફક્ત 1.10 કરોડ પાકિસ્તાની લોકોને મદદ કરી રહ્યાં છે અને 13 કરોડ ડોલરથી વધુ રકમની આર્થિક સહાય ગરીબ લોકોને કરી છે.