પાર્કિંગ ચાર્જ મામલે હાઈકોર્ટે મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઈ સત્તા નથી. હાઈકોર્ટે મોલ મલ્ટીપ્લેક્સના સંચાલકોની ઝાટકણી પણ કાઢી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, મોલ મલ્ટીપ્લેક્સ સંચાલકો પ્રથમ એક કલાક માટે ફ્રી પાર્કિંગની સુવિધા આપવી પડશે. પ્રથમ એક કલાક બાદ ફોર વ્હીલર માટે મહત્તમ રૂપિયા 30 અને ટુ વ્હીલર માટે મહત્તમ રૂપિયા 20 ચાર્જ વસુલી શકશે. અા કેસમાં કોર્ટે સરકારને પોલીસી રજૂ કરવા આદેશ કર્યો હતો.

હાઇકોર્ટની સિંગલ બેન્ચે ચૂકાદા અાપ્યા બાદ આ ચૂકાદાને મોલ મલ્ટિપ્લેક્સના સંચાલકોઅે પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે તેમને લપડાક આપી છે. હાઈકોર્ટના ચૂકાદાની સૌથી મોટી અસર મેગા સીટીને હવે થશે. ગુજરાત ભરમાં અત્યારસુધીમાં ટ્રાફિક વિભાગે મોલ, થિયેટર કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વસૂલાતો પાર્કિગ ચાર્જ ગેરકાયેદસર ગણાવી સગવડ અાપવા માટે અાદેશ કર્યો હતો. જે સામે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હવે સરકારને હાઈકોર્ટે અાદેશ કર્યો છે કે, સરકાર ઇચ્છે તો કાયદો બનાવી શકે છે.શહેરના મોલ અને મલ્ટિપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જ સામે મ્યુનિ.એ. રોક લગાવી નાગરિકો માટે પાર્કિંગ ફ્રી કરાવ્યા હતા. મ્યુનિ.ના આ નિર્ણય સામે અમદાવાદ, વડોદરા અને સુરતના મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

સંચાલકોએ રજૂઆત કરી છે કે ‘પાર્કિંગનો ખર્ચ કાઢવા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવો આવશ્યક છે. પાર્કિંગ એરિયામાં અમે સુવિધાઓ આપીએ છીએ.’ તેવું અગાઉ જણાવ્યું હતું. અામ હવે વાહનચાલકોના ખિસ્સાં ખંખેરાશે અે નક્કી છે. ગુજરાત સરકારને પણ પાર્કિગ પોલીસી બનાવવા માટે હાઇકોર્ટે અોર્ડર કર્યો છે. સરકારના નિર્ણયને કોર્ટની બહાલી મળી નથી. જેને પગલે હવે મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો મોલમાં અાવતા વાહનચાલકો પાસેથી ચાર્જ ઉધરાવી શકે તેવી સ્થિતિમાં હતા. જોકે, અા ચૂકાદા સામે તેઅોઅે હાઈકોર્ટના ફરી દ્વાર ખખડાવતાં કોર્ટે અા ચૂકાદા પર સ્ટે અાપી દીધો છે. હવે ફરીથી સરકારને પોલિસી રજૂ કરવા અાદેશ કર્યો છે.

જેને પગલે અા ચૂકાદામાં ફેરફાર થઈ શકે છે. હાઈકોર્ટની સિંગલ બેન્ચે પ્રથમ કલાકની છૂટછાટ બાદ ટુ વ્હિલર માટે 10 રૂપિયા અને કાર ચાલકો માટે રૂપિયા 20 નક્કી કર્યા હતા. જે ચૂકાદા પર હાલમાં સ્ટે અાવી ગયો છે. હવે હાઇકોર્ટે વસૂલવાની સત્તા જ ન હોવાનું જણાવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા જાહેર કરાવામાં આવ્યું છે કે મોલ, થિયેટર કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વસૂલાતો પાર્કિગ ચાર્જ ગેરકાયેદસર છે. ટ્રાફિક વિભાગની આ જાહેરાત બાદ અનેક મોલ અને બિલ્ડિંગમાં પાર્કિગ ફ્રી કરવામાં આવ્યું છે. એટલે કે હવે અમદાવાદીઓએ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, મોલ્સ કે મલ્ટિપ્લેક્સમાં પાર્કિગનો કોઈ ચાર્જ આપવો પડશે નહીં.

મોટાભાગના મોલ્સ કે મલ્ટિપ્લેક્સ અને કેટલાક કોમર્શિયલ સેન્ટરોમાં આવતા વિઝિટર્સ પાસેથી તગડો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. આ મુદ્દે ગત મે મહિનામાં હાઈકોર્ટ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પાર્કિંગ ચાર્જના નામે નાગરિકોની સરેઆમ લૂંટ કરાય છે. નિયમો અનુસાર, પાર્કિંગ માટે રખાયેલી જગ્યામાં કોઈ પણ પ્રકારની ધંધાદારી પ્રવૃત્તિ ન થઈ શકે. પરંતુ આ નિયમનો ભંગ કરીને મોલ્સ તેમજ મલ્ટિપ્લેક્સો વર્ષે દહાડે કરોડો રૂપિયાની પાર્કિંગ ફી ઉઘરાવી લે છે.