વડાપ્રધાનની રાષ્ટ્રીય સ્તરે આ વખતે ભલે લોકપ્રિયતા ઓછી હોય તેમ જણાયું પરંતુ વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદી હજી પણ એટલા જ લોકપ્રિય છે તે ફરી એકવાર સાબિત થઇ ગયું. વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે દાવોસ જતા પહેલા વધુ એક રેકોર્ડ તેમના નામે જોડાયો છે. એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થા ગેલોપ ઇન્ટરનેશનલ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં વિશ્વના ૫૦ જુદા જુદા દેશોમાં તેનો સર્વે કરવામાં આવતા અને જુદા જુદા પ્રશ્નોના જવાબમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાજી મારીને વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાં ત્રીજું સ્થાન મળ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો ત્રીજા સ્થાને અને જર્મનીની વાઈસ ચાનેસ્લર અન્ગેલા મર્કેલને આ સર્વેક્ષણમાં બીજું સ્થાન સ્થાન મળ્યું છે. જ્યારે વડા પ્રધાન મોદી ત્રીજા સ્થાને આવ્યા છે. જ્યારે મહાસત્તા અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના વ્લાદિમીર પુતિન આ વખતે તેમનું સ્થાન જાળવી શક્યા નથી. આ સર્વેક્ષણમાં મેક્રોને ૨૧, મર્કેલને ૨૦ અને વડાપ્રધાન મોદીને ૮ અંક મળ્યા હતા. ગેલપે તેના આ સર્વેમાં ૫૩,૭૬૯ લોકોનો સર્વે કર્યો હતો. પ્રત્યેક દેશના પ્રતિનિધિ તરીકે ૧૦૦૦ લોકોને સામ-સામે અને ઓનલાઈન અથવા ટેલીફોનીક સર્વે થકી પૂછવામાં આવ્યું હતું. અને ઓક્ટોબર થી ડીસેમ્બર,૨૦૧૭ દરમ્યાન આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.