પુણેમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસાની અસર હવે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. મુંબઈ ઉપરાંત હડપસર અને ફુરસુંગીમાં બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો. ઔરંગાબાદ અને અહમદનગરમાં બસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. નવા વર્ષે પુણેના કોરેગાંવના ભીમા ગાંવમાં શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પુણેમાં ભડકેલી જાતિય હિંસા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. સરકારે ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપી દીધાં છે. ફડણવીસે મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પરવારે ઘટનાને લઈને પ્રતિક્રિયા અપતા કહ્યું હતું કે, ઘટના પાછળ કોનો હાથ છે તેની તપાસ થઈ જોઈએ. સમગ્ર ઘટનાને લઈને દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળતા પવારે કહ્યું હતું કે, શૌર્ય દિવસના 200 વર્ષ પુરા થવાની ઉજવણી પર મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાની શક્યતા પહેલેથી જ હતી. સકારે તેના પર નજર રાખવી જોઈતી હતી.  કાર્યક્રમની સૂચના મળતાં અન્ય સમુદાયના લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતાં અને કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. અચાનક પરિસ્થિત વણસી હતી અને બે જાતિ વચ્ચે પથ્થરમારો થયો હતો. અનેક ઠેકાણે આગ ચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં ભડકેલી આ આગ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ લાગી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર ઘટનાને સરકાર વિરૂદ્ધનું ષડયંત્ર ગણાવીને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.