આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે આપેલા 240 રનના પડકાર સામે ભારત 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થયું. ભારતનો 18 રને પરાજય થયો છે. રોહિત શર્મા 1, વિરાટ કોહલી 1 અને લોકેશ રાહુલ 1 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. દિનેશ કાર્તિક પણ ખાસ કમાલ ન કરી શકતા 6 રને આઉટ થયો હતો.
રોસ ટેલરના 74 અને કેન વિલિયમ્સનના 67 રનની મદદથી ન્યૂઝીલેન્ડે આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારત સામે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 239 રન બનાવ્યા છે. ભારતને ફાઇનલમાં પહોંચવા માટે 240 રનનો પડકાર મળ્યો છે. આઈસીસી વર્લ્ડ કપમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચમાં મંગળવારે વરસાદ પડતા તે દિવસની રમત રદ કરવામાં આવી હતી. જે આજે રમાઈ રહી છે.
ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટે 211 રનથી પોતાની ઇનિંગ્સ શરુ કરી હતી.રોસ ટેલર 74 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય કેપ્ટન કેન વિલિયમ્સને 67 રન બનાવ્યા હતા. નિકોલ્સે 28, ગ્રાન્ડહોમીએ 16, નિશામે 12 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, હાર્દિક પંડ્યા, જાડેજા અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.