ભાદરવી મહામેળાનો આરંભ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સાત દિવસ યોજાનારા ભાદરવી મહામેળાનો ગુરુવારથી આરંભ થયો છે. પહેલા દિવસે જ પોણા બે લાખથી વધુ ભાવિકોએ માના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. આ મહામેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે શસ્ત્રોક્ત વિધિવિધાનથી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, ગુજરાતમાં આ સમયે સ્વાઇન ફ્લૂનો કેર છે ત્યારે લાખોની સંખ્યામાં એકત્ર થનાર શ્રદ્ધાળુઓના આરોગ્યની કાળજી લેવા અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં તબીબી સેવાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. સંખ્યાબંધ તબીબી ટૂકડીઓ કામે લાગેલી છે. કેટલાક સ્થળોએ આર્યુવેદના ઉકાળાનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

six + 1 =