પ્રિયંકા ચોપરાએ રિસન્ટલી તેના ચોથા હોલિવૂડ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જેમાં તે ઓશોની રાઇટ હેન્ડ મા આનંદ શીલાનો રોલ પ્લે કરતી જોવા મળશે. આ એક્ટ્રેસે આ પ્રોજેક્ટને ડિરેક્ટ કરવા માટે ઓસ્કાર-વિનિંગ ડિરેક્ટર બેરી લેવિન્સનની પસંદગી કરી છે. હવે સોર્સીસ અનુસાર તે ઓસ્કાર-વિનિંગ પ્રોડ્યૂસર ગુનીત મોંગાની સાથે પણ કામ કરવા માટે આતુર છે. ઇન્ડિયા બેઝ્ડ ડોક્યુમેન્ટરી ‘પીરિયડ. એન્ડ ઓફ સેન્ટન્સ’ને ગુનીત મોંગા દ્વારા કો-પ્રોડ્યૂસ કરવામાં આવી હતી. 91માં એકેડમી એવોર્ડ્ઝ ખાતે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટની કેટેગરીમાં આ ડોક્યુમેન્ટરીએ ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. હવે ઓસ્કાર એવોર્ડ્ઝની સેરેમની દરમિયાન આ એક્ટ્રેસ અને આ પ્રોડ્યૂસર અકસ્માતે મળી ગયા હતા. એ સમયે તેમણે ભવિષ્યમાં સાથે કામ કરવા વિશે વાતચીત કરી હતી. એક સોર્સે જણાવ્યું હતું કે, ‘ગુનીત અને પ્રિયંકા રિસન્ટલી લોસ એન્જેલસમાં મળ્યા હતા અને તેમણે એક પ્રોજેક્ટ બાબતે ટૂંકી વાતચીત કરી હતી. અને તેઓ બંને કોલોબ્રેશન માટે આતુર છે.’