પ્રશ્ન ઃ શું પ્રેમ કરવાથી સાશ્વતને પામવા અને તે દ્વારા પ્રભુ સાથે એકાકારની અનુભૂતિ શક્ય છે? અથવા શું પ્રેમ વિભોર ભાવ માત્ર છે?
સદ્્ગુરુ – પ્રત્યેક માનવીમાં પોતે હાલમાં જે કાંઇ હોય તેનાથી વધુને પામવા અથવા વધુ થવાની ઝંખના હોય છે. જો આ એક માત્ર બાબતને તમે જાણો તે તમારૂં શરીર છે તો તે કામુક્તાની અભિવ્યક્તિને શોધી લેશે. તમે તમારી કામુક્તાને રંગ નામ કે અન્ય ભૌતિક માળખાકીય કોઇ પણ નામ આપી શકો પરંતુ મૂળભૂત રીતે તો તમે અન્ય કોઇ કે જે તમારો હિસ્સો નથી. તેને તમારા બનાવવા મથો છો. કોઇને તમારો હિસ્સો બનાવવાની આ ભાવનાની લાગણીના પ્રદર્શનને તમે કહો છો કે તમે કોઇના પ્રેમમાં છો કોઇની પણ સાથેના ભૌતિક મિલન અને લાગણી જન્ય એકાકાર કેટલો લાંબો ચાલે છે તેની જો તમે સરખામણી કરશો તો તમને જણાશે કે લાગણી જન્ય એકાકાર લાંબું ટકતો હોય છે.
ભૌતિક મિલન ક્ષણિક હોય છે જ્યારે લાગણીના સ્તરે તમે એકાકારની અનુભૂતિ મહિનાઅો કે વર્ષો સુધી કરી શકો છો. તમે પરંપરાગત દંતકથાઅો તથા સાહિત્યમાં પ્રેમ વાર્તાઅો તરફ જો નજર માંડશો તો સમજાશે કે ચોક્કસ સમયગાળામાં લાગણીના તાંતણે બંધાયેલા હશે તેને તમે સ્વીકારો કે બિરદાવો છો કારણ કે લોકો પ્રેમમાં હોય ત્યારે સુંદર લાગતા હોય છે. માનવ લાગણીઅોનું ચોક્કસ સૌદંર્ય હોય છે. જે પોતાને બુદ્ધિજીવી માનતા હોય છે તેમના સહિત મોટાભાગના માનવીઅોમાં લાગણી એ અત્યંત મજબૂત બળ છે તેની સામે સાચા બુદ્ધિજીવી લગભગ લાગણીશૂન્ય હોય છે કારણ કે આવા લોકો તેમની બુદ્ધિજીવીતાથી જ રંગાયેલા મંત્રમુગ્ધ હોય છે.
આપણે જ્યારે પૂરૂષ અને મહિલાના સંબંધોની વાત કરીએ છીએ ત્યારે કહીએ કે એક પુરુષ અને એક મહિલા એકમેક સાથે નિકતમ સંબંધો ધરાવે છે. પછી તેમનામાંના એક ને એક સુંદર પુસ્તક હાથ આવે છે. અને તે પછી અોચિંતા જ આ પુરુષ કે મહિલાને તેની નિકટના પાત્ર કરતાં પુસ્તકનું કાલ્પનિક પાત્ર વધુ સારું લાગવા લાગે છે. એક વખત આવી સમજ કે બુદ્ધિ ઉદિપ્ત થઇ તે પછી લાગણી અોસરવા લાગે છે. બુદ્ધિ કે સમજ આમ તો શુષ્ક છે પરંતુ એક અલગ પ્રકારનો તણખો કે ચમકારો ધરાવે છે.
જો તમે તમારી સમજ કે બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તેનાથી તમને એવી ઘણી બધી બાબતોને જાણવાની તક મળશે કે જેને તમે ક્યારેય શક્ય ગણ્યું નહીં હોય. લાગણીઅોની પોતાના આગવી સુંદરતા છે પરંતુ જો તે નકારાત્મક બને તો તે અત્યંત કદરૂપી અને ધૃણાસ્પદ બની રહે છે. લાગણીઅોની આ સાહજિક્તા છે. તમે જે રીતે વિચારો એ તમારી અનુભૂતિની રાહ હોય. તમે એક રીતે વિચારો અને બીજી રીતે અનુભૂતિ ના કરી શકો. દૃષ્ટાંતરૂપે કહીએ તો જો તેણી અત્યંત સુંદર છે તેમ તમે વિચારો તો તેણી માટેની તમારી લાગણી પણ સુંદર જ રહેવાની.
પ્રશ્નઃ શું આપણા વિચારો ઉપર આપણો કાબુ છે ખરો? શું આપણા મગજમાં વિચારોના ફણગા ફૂટે છે અથવા આપણે આપણા વિચારોને દોરી શકીએ ખરા?
સદ્્ગુરુ ઃ તમારા વિચારો તમારા દ્વારા દોરવાવા જોઇએ અને તો જ તેવા વિચારો સમજુ અને વિવેકી નીવડતા હોય છે. વિચારો ક્યાંયથી ફૂટી નીકળ્યા હોતા નથી. વિચારો તો તમારી પાસે ભેગી થયેલી માહિતીમાંથી જ ઉદ્્ભવતા હોય છે. તમે તો જે તે હયાત માહિતીમાંથી પસંદગીની અથવા સંમિશ્રણને પ્રદર્શિત કરતા હો છો તમે જે પ્રકારનું મગજ ધરાવતા હો તેના ઉપર તેનો આધાર હોય છે. પરંતુ તમારા પ્રશ્ન ઉપર પાછા જઇએ તો શું તમારા પ્રેમનો મામલો તમને અન્ય દિશામાં વળવા દે છે?
મૂળભૂત રીતે તો આ બધંુ છેવટે જે તમારો હિસ્સો નથી તે ને સમાવવાની ભાવના ઉપર આવીને અટકતું હોય છે. તેનો અર્થ સરહદો છે અને આ સરહદો તમારી સંવેદનાની સહહદમાં જે છે તેને તમે તરીકે ગણો છો. તમે તમારા શરીરને ધીરે ધીરે પચાવી લીધું છે. તમે જે ખાઅો તે ખોરાક તમારા પેટમાં ગયો તે પછી તેને પણ તમારી જાતરૂપ માનો છો.
આથી જ શારીરિક સંબંધ, કામુક્તા,. પ્રેમનો માલલો, લોભલાલચ, આધ્યાત્મિક્તા કે પ્રતિબદ્ધતાના મામલામાં તમે તમારા શરીરની સંવેદન શીલતાની મર્યાદાઅોને તોડીને અન્ય કોઇ પણને તમારો હિસ્સો અનુભવવા મથો છો. દૃષ્ટાંતરૂપે લઇએ તો તમે જ્યારે પાણી પીઅો છો ત્યારે તે પાણી તમારો એક હિસ્સો બને છે. જો તમે તમારી સમજ, લાગણી, શરીર અને ઉર્જાનો ઉપયોગ કરશો તો તમારા સંવેદનશીલ શરીર અને અનુભવને એકમેક સાથે ગૂંથીને તમે કોઇક અલગને તમારો હિસ્સો સમજશો તેનો અર્થ તમે યોગની અવસ્થામાં છો. જો તમે તે તમારા સમગ્ર શરીર થકી કરો તો તેને આપણે કર્મ યોગ કહીએ છીએ. જો તમે તે તમારી સમજ કે બુદ્ધિ મારફતે કરો છો તો તેને આપણે જ્ઞાનયોગ કહીએ છીએ. જો તમે આમ લાગણી દ્વારા કરો છો તો તે ભક્તિ યોગ અને જો ઉર્જા દ્વારા કરો છો તો તે ક્રિયા યોગ કહેવાય છે. આ બધા તેવા માર્ગો છે જે દ્વારા તમે યોગની અવસ્થાને પામી શકો છો.
– Isha Foundation