પ વર્ષની કચ્છની બાળાએ લંડનમાં કેન્સરગ્રસ્ત બાળા માટે વાળ દાન કર્યાં

0
473

સંબંધ અને લાગણી શું કહેવાય તે આજે મોટેરાઓ પણ નથી સમજી શકતા ત્યારે મુળ કચ્છની તથા લંડન વસતી  એક ૫ વર્ષીય બાળકીએ કેન્સરપીડીત પોતાની દોસ્ત માટે પોતાના લાંબાવાળા કપાવીને દાનમાં આપી દઈને  પોતાની પરિપકવતા તથા ભારતીય સંસ્કારનું અનોખું પ્રેરણારૃપ ઉદાહરણ સોૈ માટે પુરૃ પાડયું હતું. કચ્છમાં મુળ દહિંસરા ગામના હરી કારા તથા રસિકાબેન હાલે લંડન વસવાટ કરે છે તેઓની પુત્રી તેજસ્વીએ જયારે જોયું કે  સાથે ભણતી તેની ફ્રેન્ડ કેન્સરની સારવારમાં પોતાના વાળ ગુમાવી દીધા છે ત્યારે તેનું દિલ દ્રવી ઉઠયુ અને તેની મદદ કરવાનું વિચાર્યું, તેણે આ માટે તેના લાંબાવાળની વીગ બનાવીને તેની દોસ્તને આપવાનો વિચાર કર્યો જેથી બંનેના માથે વાળ હોઈ શકે. તેના નિર્ણયમાં તેના માતા- પિતાએ પણ સહકાર આપીને તાજેતરમાં જયારે તે ૫ વર્ષની થઈ ત્યારે તેના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરવા તેણે સૌ પ્રથમ પોતાના લાંબા વાળ કાપીને તેની ફ્રેન્ડને ડોનેટ કર્યા હતા. આ અંગે તેના માતા- પિતાએ જણાવ્યું હતું કે, તેેણી જયારે ૬ માસની હતી ત્યારથી તેના વાળ તેણીએ કાપ્યા નથી. લાંબાવાળ તેને બહુ ગમતા હતા, તેના આ વિચારને અમે વધાવીને તેને સહકાર તો આપ્યો જ છે સાથે અન્ય બાળકો કે જે કોઈને મદદ કરવા ઈચ્છતા હશે તેને પણ પ્રોત્સાહન આપશું.પોતાના વાળ દાનમાં આપ્યા સાથે તેજસ્વીએ જસ્ટગીવીંગ.કોમ વેબસાઈટ મારફતે કેન્સરગ્રસ્ત દર્દીઓની મદદ માટે ડોનેશનની ગુહાર લગાવી હતી. જેમાં શરૃઆતમાં ૨૫૦ પાઉન્ડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જે માત્ર ૧૦ કલાકમાં જ પુરો થઈ ગયો હતો. જેને બાદમાં ડબલ કરીને ૫૦૦ પાઉન્ડ કરતા તે રકમ પણ ૨૪ કલાકમાં એકત્ર થઈ ગઈ હતી. બાદમાં એક હજાર પાઉન્ડ તથા અંતે ૨૦૪૫ પાઉન્ડ એટલ કે ,અંદાજે ૨ લાખથી વધુની રકમ અત્યારસુધી એકત્ર થઈ ગઈ છે.

LEAVE A REPLY

two × 3 =