Indian Prime Minister Narendra Modi performs yoga on International Yoga Day in Ranchi, India, June 21, 2019. REUTERS/Rajesh Kumar NO RESALES. NO ARCHIVES

ફિટનેસ મામલે લોકોને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને યોગ ગુરૂ બાબા રામદેવને પાછળ છોડી દીધા છે. સ્વાસ્થ્ય માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓ દેશમાં સતત બીજી વખત પ્રથમ સ્થાન પર આવ્યા છે. મોદી બાદ આ યાદીમાં બીજા સ્થાન પર બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર અને ત્યારબાદ ત્રીજા સ્થાન પર યોગ ગુરૂ બાબા રામદેવનું નામ આવે છે.
ભારતના પ્રમુખ પ્રીવેન્ટિવ હેલ્થકેર ઈકોસિસ્ટમ ‘જીઓક્યૂઆઈઆઈ’એ મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી. લોકોને સારા સ્વાસ્થ્ય માટે કસરત અને યોગ માટે પ્રોત્સાહિત કરનારા લોકોની આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, બોલીવૂડ સ્ટાર રણવીર સિંહ, કરીના કપૂર, ટાઈગર શ્રોફ, પ્રિયંકા ચોપરા, વિરાટ કોહલી અને દીપિકા પાદુકોણનો પણ સમાવેશ થાય છે કે જેમણે ટોપ ટેનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
‘જીઓક્યૂઆઈઆઈ’ના સંસ્થાપક તેમજ સીઈઓ વિશાલ ગોંડલે જણાવ્યું કે, ‘આ અહેવાલ આપણા દેશના સૌથી પ્રભાવશાળી હેલ્થકેર દિગ્ગજોની ઓળખ કરાવવાનો એક પ્રયત્ન છે, કે જે ભારતને સ્વસ્થ્ય અને તંદુરસ્ત બનાવવાની હિંમત અને જુસ્સો ધરાવે છે, ભારત સરકાર ઉપરાંત અમારો હેતુ પણ દેશને સ્વસ્થ્ય અને તંદુરસ્ત બનાવવાનો જ છે.