બોલિવૂડની અભિનેત્રી અને ફેશન આઈકોન તરીકે જાણીતી મલાઈકા અરોરાનું નામ ફેશનમાં હાલમાં ટ્રેન્ડિંગ છે. તાજેતરમાં જ સમાપન થયું એ શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના જજને સહજ રીતે પોતાના લુક અને સ્ટાઈલ માટે વઘુ પ્રસંશાઓ મળી હતી. તેણે અનેક ફેશન બ્રાન્ડ, બ્યુટી પિઝેન્ટ અને ફિટનેસ બ્રાન્ડને મલાઈકા તરફ આકર્ષિત કર્યાં છે.
બે દાયકાઓથી વધુ સમયથી ચાહકોની સ્ટાર તરીકે મલાઈકા હાલમાં પણ સોશિયલ મીડિયા પર લોકોનું મન મોહી લે છે. તે ગત બે સિઝન માટે એમટીવી ના ઈન્ડિયા નેક્સ્ટ ટોપ મોડેલને પણ જજ કરી રહી છે. મલાઈકા ફેશન આઈકોન અને અભિનેત્રી હોવાની સાથે સાથે તે મહિલાઓને પણ સશક્ત કરી રહી છે.
અનેક તબક્કાઓમાં તેણે સ્ત્રી સશક્તિકરણ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે તેણે મહિલાઓને આત્મરક્ષા તથા સમાજના વ્યવહારો અને માપદંડો પર ધ્યાન આપ્યા વિના પોતાના મતને અપનાવવાની અપીલ કરી છે.
તાજેતરમાં જ એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે એક ઈવેન્ટ ઈન્ડિયન અચિવર્સ અવોર્ડ્સમાં એક પ્રતિયોગીએ પૂછ્યું હતું કે શું મલાઈકા અરોરા ફ્રેન્ચાઈઝનો હિસ્સો બનવા જઈ રહી છે કારણ કે તે મલાઈકાને પોતાની સૌથી મોટી પ્રેરણા તરીકે જુએ છે. શ્રીમતી ગેલેક્સી ક્વિન શોની એક સ્પર્ધકે કહ્યું મેં સાંભળ્યું છે કે મલાઈકા અમને પોતાની ઉપલબ્ધિઓ માટે તૈયાર કરી રહી છે. આ તો સૌથી મોટી ઉપલબ્ધિ હોઈ શકે.