ફેસબુકે બુધવારે, 30 જાન્યુઆરીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. 2018ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને 688 કરોડ ડોલરનો પ્રોફીટ થયો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. 2017ના ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીમાં નફામાં 61 ટકાનો વધારો થયો છે. 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં રેવન્યુ 30 ટકા વધીને 1,691 કરોડ ડોલર રહ્યો છે. તેમાં એડ રેવન્યુનો સૌથી વધુ 93 ટકા હિસ્સો રહ્યો છે.
ફેસબુકના ત્રિમાસિક પરિણામોને કારણે અમેરિકાના બજારમાં કંપનીનો શેર બુધવારે આફટર અવર ટ્રેડિંગમાં 12 ટકા ચઢ્યો હતો. ફેસબુકના ડેલી અને મંથલી એક્ટિવ યુઝરની સંખ્યામાં 8.6 ટકાનો ગ્રોથ થયો છે. 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ડેલી એક્ટિવ યુઝરની સંખ્યા 152 કરોડ અને મંથલી એક્ટિવ યુઝરનો આંકડો 232 કરોડે પહોંચ્યો છે.
ફેસબુકના મંથલી એક્ટિવ યુઝરની સંખ્યા ઉત્તર અમેરિકાને બાદ કરતા બાકીના વિસ્તારમાં સારા પ્રમાણમાં વધી છે. એશિયા પેસિફિકમાં સૌૈથી વધુ વધારો થયો છે.
ફેસબુકના મંથલી એકટિવ યુઝર યુએસ અને કેનેડામાં ડિસેમ્બર 2017માં 23.9 કરોડ હતા. જે ડિસેમ્બર 2018માં 24.2 કરોડ થયા છે. યુરોપમાં ડિસેમ્બર 2017માં યુઝરની સંખ્યા 37 કરોડ હતી. જે વધીને ડિસેમ્બર 2018માં વધીને 38.1 કરોડ થઈ છે.
એશિયા પેસેફિકમાં ડિસેમ્બર 2017માં યુઝરની સંખ્યા 82.8 કરોડ રૂપિયા હતી. જે વધીને ડિસેમ્બર 2018માં 94.7 કરોડ થઈ છે. બાકીના દેશોમાં ડિસેમ્બર 2017 આ સંખ્યા 69.2 કરોડ હતી. જે વધીને ડિસેમ્બર 2018માં 75 કરોડ થઈ છે.
ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં પીઆર ફર્મ અને ડેટા લીક જેવા વિવાદો છતા ફેસબુકના પરિણામો સારા રહ્યાં છે. યુઝરની સંખ્યા અને રેવન્યુ ગ્રોથ સારો રહેવાને કારણે કંપનીન રેકોર્ડ નફો થયો છે. સીઈઓ માર્ક ઝકરબર્ગનું કહેવું છે કે આ વર્ષે કંપની પ્રોડકટ ડેવલોપમેન્ટ પર ફોકસ કરશે. મેસેજિંગ, પેમન્ટ, વિડિયો અને હાર્ડવેરમાં ઈનોવેશન દ્વારા યુઝરને સારી સર્વિસ આપવામાં આવશે. જકરબર્ગનું કહેવું છે કે વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરના ઈન્ટીગ્રેશન પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે.