સંયુક્ત રાષ્ટ્રમાં ચીને ભલે વિટો વાપરીને પુલવામા હુમલાના પાપી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર થતો બચાવી લીધો હોય પણ ફ્રાન્સે મસૂદ પર આકરા એક્શન લેવાની જાહેરાત કરી છે. ફ્રાંસે મસૂદના સંગઠન જૈશની જેટલી પણ સંપત્તિ ફ્રાન્સમાં છે તે જપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
જૈશ સામે ફ્રાંસની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાઈ રહી છે. મસૂદના પક્ષમાં ચીને વાપરેલા વિટોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.બીજા દેશોએ ચીનના આ પગલાની ટીકા કરી છે.ફ્રાંસની સરકારે નિવેદનમાં કહ્યુ છે કે યુરોપિયન યુનિયનના આતંકવાદીઓના લિસ્ટમાં મસૂદ અઝહરને સામેલ કરવા માટે ફ્રાંસ પહેલ કરશે. યુએનની સુરક્ષા સમિતિની બેઠકમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે પ્રસ્તાવ મુકનારા દેશોમાં ફ્રાંસ પણ હતુ. ફ્રાંસ દ્વારા થયેલી કાર્યવાહીને ભારતની મોટી ડિપ્લોમેટિક જીત તરીકે જોવામાં આવી રહી છે.