બંગલાદેશમાં વર્લ્ડ કપ ક્રિકેટ અંગે કઈંકને કઈંક વિવાદ ચાલ્યા જ કરે છે. ટીમના ફોટોશૂટમાં વાઈસ કેપ્ટન શાકીબ ગેરહાજર રહ્યો હતો, તે મુદ્દો માંડ વિસરાયો ત્યાં ક્રિકેટ બોર્ડે તૈયાર કરેલી ટીમ માટેની વર્લ્ડ કપની જર્સી સામે પણ ચાહકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો. આખરે બંગલાદેશ ક્રિકેટ બોર્ડને ટીમ માટેની વર્લ્ડ કપની જર્સી બદલવી પડી હતી. કેટલાક ક્રિકેટ ચાહકોએ તો ટીમની વર્લ્ડ કપ ટીશર્ટ પાકિસ્તાનની ક્રિકેટ કિટ જેવી લાગતી હોવાથી તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોએ તેમાં રાષ્ટ્રધ્વજના લીલો અને લાલ કલર જ ઉપયોગમાં લેવાની સલાહ આપી હતી.
ચાહકોની ભારે નારાજગી અને વિરોધ પછી ક્રિકેટ બોર્ડે આઇસીસીની પરવાનગી લઈ તેની ક્રિકેટ કિટમાં ફેરફાર કર્યો હતો. અગાઉ લોન્ચ કરવામાં આવેલી બાંગ્લાદેશની વર્લ્ડ કપ કિટમાં માત્ર લીલો અને સફેદ રંગ જ હતા.