ચૂંટણી પંચે બંગાળની નવ સીટો પર ચૂંટણી પ્રચાર ગુરૂવારે રાતે 10 વાગ્યાથી જ બંધ કરી દેવાના આદેશ આપ્યા છે. દેશનો પ્રથમ કિસ્સો છે કે પંચે પ્રચાર 19 કલાક પહેલા બંધ કર્યો હોય. આ મુદ્દે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (દીદી)એ નારાજગી જાહેર કરી છે. અને મોડી રાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે બંગાળમાં ભગવાધારીઓએ બાબરી ધ્વસ્તં જેવી જ હિંસા ફેલાવી છે. મીડિયા સાથે વાતચીત કરતાં દીદીએ કહ્યું કે શાહના કારણે જ બંગાળમાં હિંસા ફેલાઈ છે છતાં પંચે તેને નોટિસ પણ નથી આપી. ચૂંટણી પંચ ભાજપના ઈશારે ચાલી રહ્યું છે. બંગાળમાં બહારથી ગુડાઓ આવ્યાને હિંસા ફેલાવી છે. ભગવા પહેરીને આવેલાં ગુડાઓએ જેવી રીતે બાબરી મસ્જિદ ધ્વસ્તં કરી હતી એવી રીતે હિંસા ફેલાવી છે. પંચે મોદી બે રેલીઓ પુરી કરવા માટે સમય આપ્યો છે.