માનવ મગજની પ્રકૃતિ સતત વધારાની રહી છે. મગજ તેના વિકાસની સાથે જ વિભિન્ન ચીજોના વધારા તરફની તથા આવો વધારો ભેગો થતો જ રહે તે પ્રકારની પ્રક્રિયા પણ સતત ચાલુ રહેતી હોય છે. કોઇ પણ એક બાબત સાથે એક વખત મગજ સંકળાવાનું શરૂ થાય તે પછી મગજને જ્ઞાનનો વધારો ખપતો હોય છે. જો લાગણી પ્રભાવી બને તે મગજ માંનવીય વધારાની ઝંખના થાય છે. આ રીતે જોવા જાવ તો તે (મગજ) સતત સક્રિય રીતે તે વધારાની પ્રકૃતિવાળું હોઇ મૂળભૂત રીતે તે વધારાની પ્રકૃતિવાળું છે તેમ કહી શકાય.
કોઇ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે આગળ ધપે કે વિચારણા કરે તો તેના મગજની પ્રકૃતિ આધ્યાત્મિક ડહાપણના વધારા તરફી થતી હોય છે. મગજમાં કદાચ ગુરુના શબ્દો અંકાતા રહે તેવું કદાચ પણ બની શકે પરંતુ આહાર હોય કે અન્ય કોઇ ચીજ કે પછી વ્યક્તિ કે જ્ઞાન તમે જેનો પણ વધારો કરો પરંતુ આવી વધારાની જરૂર જ અપર્યાપ્તતા વ્યક્ત કરે છે. અપર્યાપ્ત હોવાની આવી લાગણી સીમાની વાડાબંધી વિનાના હિસ્સા કે મગજમાં પ્રવેશે તેનું કારણ તેટલું જ કે તમે જે નથી તેવી એક અલગ અોળખ મર્યાદિત બાબતો થકી ઉભી થઇ ચૂકી છે.
જો કોઇ પર્યાપ્ત જાગૃતિ અને સતત સાધનાને જીવનનો ભાગ બનાવે તો મગજ શૂન્યવકાશના સ્વરૂપમાં આવી જતું હોય છે. જાગૃતિના કારણે મગજમાં ખાલીપો ઉદ્દભવી સ્વચ્છતાને સ્થાન મળતું હોય છે. જાગૃતિ અને સાધનાએ એવાં બે પરિબળો છે જે લાબા સમય સુધી જીવનમાં સ્થાન પામે તો તમારા મગજમાં માત્રને માત્ર ખાલીપો કે શૂન્યવકાશ જન્મતો હોય છે. જ્યારે આવો શૂન્યાવકાશ કે ખાલીપો જન્મે છે. ત્યારે તમારા ઉપર ઇશ્વર કૃપા થતી હોય છે. ઇશ્વરકૃપા વિના કોઇ ક્યાંય પણ જઇ શકતું નથી. જો તમારે ઇશ્વરકૃપાની અનુભૂતિ કરવી હોય તો તમારા મગજમાં માત્રને માત્ર ખાલીપો જ હોવો જોઇએ જો તમે ગુરૂ સાથે માત્ર શબ્દો સાંભળવા પૂરતા જ હો તો તમારું જીવન શિયાળા કે ચોમાસા માટે ખોરાક ભેગો કરતી કીડી કરતાં પણ નિરર્થક કે નકામું છે. જો તમે ઇશ્વરકૃપાને અનુભવી શકતા હો, જો જો તમારી જાતને ઇશ્વકૃપા સ્વીકારવાનેપાત્ર ના બનાવી શકરતા હો, જો તમે તમારા મગજમાં ઇશ્વરકૃપાને સ્વીકારવા ખાલીપાનેના જન્માવી શકતા હો તો પછી આધ્યાત્મિક માર્ગ ઘણા બધા જીવન સુધી અનુસરવો પડે તોવો થતો હોય પરંતુ જો તમે ઇશ્વરકૃપાને પામવા મગજમાં ખાલીપો ઉભો કરી શકતા હો તો પરમકૃપાળુ દૂર નથી તેની અનુભૂતિ અહિંયા પણ થઇ શકે છે. અત્ર તત્ર સર્વત્રની માફક અસ્તિત્વના તમામ પરિણામમાં કે કણકણમાં પરમકૃપાળુ અનુભવાય છે તે માટે આવતીકાલ કે ફરી ક્યારેક એવી કોઇ સમયસીમાં ના હોય તેવું આજીવન સાશ્વત સ્વરૂપ અનુભવાતું હોય છે.
તમે જ્યાં પણ જાઅો ત્યાંથી તમારાથી થાય તેટલું ભેગું કરો તેવો અભિગમ ગમે તે રીતે આવી ગયો હોય ત્યારે મુખ્ય કે મૂળભૂત દોષિત તમારું શિક્ષણ છે. શિક્ષણ એ તમને તમારાથી થાય તેટલું ભેગું કરવાની પધ્ધતિસર તાલીમ આપતું માધ્યમ છે. આના કારણે કે આવી રીતે ભેગી થયેલી બાબતોથી તમારું જીવન નભતું હોય છે. ભેગા કરેલા આવા મોટા ઢગલાથી કદાચ તમે તમારી આસપાસની ભોતિક ગુણવતાને પણ કેટલાક અંશે સુધારી શકતા હો છો. તમારા મગજમાં તમે વિજ્ઞાનનું જ્ઞાન, કહેવાતા આધ્યાત્મિક ડહાપણ કે કોઇની નિંદાકૂથલી કે અન્ય કાંઇ પણ ભર્યું હોય પરંતુ તમારું મગજ તમને બધામાંછી છૂટકારો અપાવવા સક્ષમ નથી. તમારું મગજ તમે અતયારે જ્યાં ક્યાંય પણ હો ત્યાંથી તમને પરમકૃપાળુ સમીપ લઇ જવાને સક્ષમ નથી. જરૂરી જાગૃતિ લાવવા તથા તમારા મગજને સતત ચોખું રાખવા સાધના કે આંતરિક પ્રક્રિયાની જરૂર છે અને તેનો કોઇ વિકલ્પ નથી. જો તમારે રેખા અોળંગવી હોય અને જાગૃત થવા કોઇ સંઘર્ષમાંથી પસાર ના થવું હોય તો નિર્દોષભાવે સંપૂર્ણ શરણગાતિનો રાહ અપનાવો. શરણાગતિ એ તમે જે ભાવે કરો તે નથી. તમે જ્યારે પોતે નહીં હોવાના ભાવ સાથે કરો તેને શરણાગતિ કહે છે. જ્યારે તમે તમારી તમામ ઇચ્છાથી મુક્ત થયેલા હોય અને જ્યારે તમે તમારામાં તમે કાંઇ નથીનો ભાવ જન્માવી શકો ત્યારે તમારા ઉપર ઇશ્વરકૃપા થતી હોય છે. હું પોતે હંમેશા જાગૃત રહેવાનો આગ્રહી સાધનાના માર્ગને વળગી રહેવાનો આગ્રહી છું જો તમે કુદરતી રીતે બંધન રેખાને અોળંગી શકો તો તે ઘણું સારૂં છે પરંતુ જો તમે આ રેખા અોળંગવાનો પ્રયાસ કરો તો તમે તમારી જાતને છેતરશો જ કારણ કે બહુ સહેલાઇથી આમ થઇ શકતું નથી. તે તો માત્ર સહજભાવે જ થતી પ્રક્રિયા છે. આ કંઇ તમારી ક્ષમતાનો મામલો નથી કે જે પ્રયાસ થકી વધારી શકાય જ્યારે તમે તમારી ક્ષમતા-અક્ષમતા, તમારી પસંદગી-નાપસંદગી છોડાવા માંગો છો ત્યારે આ બધી જ બાબતો તમને આ હું છું તેમ વિચારવા ધકેલે છે. તમારા મર્યાદિત સ્વયંને ટેકો આપતી આ બધી બાબતોને જો તમે પડતી મૂકી શકો તો પણ ઇશ્વરકૃપા પામી શકાય છે.
આ એ કોઇ એવી પ્રક્રિયા નથી કે જેને તમારે કરવાની છે કે તમે કરી શકો આ તો તમારે જેને થવા દેવાની છે તેવી સાહજિક પ્રક્રિયા છે. સાધાના અને જાગૃતિથી તમે એવી પરિસ્થિતિ સર્જી શકો છો કે જેમાં આવી સાહજિક પ્રક્રિયા અવશ્ય થવાની જ છે.
આપણે જે રીતે વિચારીએ અને અનુભવીએ છીએ તે જ માર્ગે બંધનના જાળાનું સતત સર્જન થતું જ રહેતું હોય છે. આપણે જે પણ ભાવે ઉલ્લેખીએ જાગૃતિ એ એઅવું પરિમાણ છે જેમાં તમે જે વિચારો અને અનુભવો તે અને તમારી વચ્ચે અંતર રહેવાની શરૂઆત થાય સાધના એ એવી પ્રક્રિયા છે જે તમારી ઉર્જા વધારવાની તક પૂરી પાડે છે જેનાથી તમે તમારી મર્યાદાઅોને અોળંગી શકો છે. – Isha Foundation