કોઇ બીજું કાંઇ જાણે કે ના જાણે, પરંતુ તેના કે તેણીના અસ્તિત્વની તેને ચોક્કસ જાણકારી હોય છે. તેનો અર્થ સ્વયં કે સ્વ જેવું કાંઇક છે જો સ્વ કે સ્વયં હોય તો પછી તેને જાણવા કે સમજવાનો જ પ્રશ્ન માત્ર હોય છે. જો તમે પૂછો છોકે શું દરેક જણ માઉન્ટ એવરેસ્ટ ચઢી શકે તો તેનો જવાબ ના હોઇ શકે કારણ કે એવરેસ્ટને સર કરવા માટે જરૂરી સશક્ત પગ અને ફેફસાં દરેક જણ પાસે હોતા નથી પરંતુ દરેક જણ પાસે સ્વ હોય છે અને સ્વને સમજવાની આંતરિક પ્રક્રિયા હોય છે. જેથી તે શક્ય પણ છે. બહારથી તમે જે કાંઇ કરી શકો તે ઘણી બધી બાબતો ઉપર નિર્ભર હોય છે. તમારામાં જે કાંઇ છે તેની વાત આવે છે ત્યારે તમારી ઇચ્છશક્તિનો જ પ્રશ્ન ઉભો થતો હોય છે. જો તમે તમારા જીવનને પૂર્ણ ત્યા ઊંડાણપૂર્વક માણવા માગતા હો, જો તમે તમારામાંની તમામ શકયતાઅોની અનુભૂતિ કરવા માંગતા હો તો તમે સ્વને સમજ્યા કે અોળખ્યા વિના કેવી રીતે રહી શકો? સ્વસમજ એ લોકો માટે રીતે રહી શકો? સ્વસમજ એ લોકો માટે સંબંધકર્તા ના હોય તેવા અમૂર્ત ભાવવાચક વિસ્તાર જેવું નથી. દરેક વ્યક્તિએ સ્વસમજની ઝંખના રાખવી જોઇએ કારણ કે તમે તમારી જાતની જેટલી વધારે સમજ મેળવશો તેટલું વધારે સારૂં જીવી શકશો.
જ્યારે આપણે સ્વસમજની વાત કરીએ છીએ ત્યારે તે માત્ર ભૌતિક શારીરિક કે માનસિક સ્વરૂપની સમજ પૂરતું નથી પરંતુ આપણે જે છીએ તે મૂળભૂતની સમજની વાત છે. તમે વ્યક્તિ તરીકે તમારી જાતને નિહાળો છો આ વ્યક્તિ કેવી રીતે બની? શરીર જ્યારે જન્મે છે ત્યારે ઘણું નાનું હોય છે. અને હવે આટલું મોટું થયું તે કેવી રીતે થયું? શું તે આંતરિક રીતે મોટું થયું કે બાહ્ય રીતે મોટું થયું ? નિશ્ચિતપણે આંતરિક રીતે મોટું થયું છે. અર્થાત તમારા શરીરનું સર્જન તમારા પોતાનામાં જ છે. સર્જન સ્ત્રોત તમારા પોતામાં જ છે. તેને સમજ્યા કે જાણ્યા વિના તમે તમારા પોતાના વિષે વિશેષ જાણી કે સમજી શકતા નથી. જ્યારે સર્જન સ્ત્રોત તમારા પોતાનામાં જ હોય ત્યારે સ્વસમજનો અર્થ તમારામાંના સર્જક સાથેની મિત્રતા અને જો સર્જક તમારો મિત્ર હોય તો પછી જીંદગી સાથે શી સમસ્યા છે?
કોઇ આ તબક્કે કેવી રીતે જઇ શકે? જો તમે તારા જીવનમાં અગાઉ ક્યારેય ગયા ના હો તેવા સ્થળે તમારે જવું હોય તો તમે સ્વાભાવિક પણે ગાઇડ કે ભોમિયાની માંગ કરવાના જ છો જ્યારે તમને તમારા જીવનમાં સતત વૃદ્ધિની તથા તમે સ્વયં જેને સ્પર્શી ના શક્યા હો તેવા વિસ્તારને સ્પર્શવા કે આંબવાની મહત્વકાંક્ષા હોય ત્યારે એક’ગુરુ’ સાચા અર્થમાં આધારભૂત તથાં સંબંધકર્તા નીવડતા હોય છે. જ્યારે લોકો ગુરુ શબ્દ સાંભળે છે ત્યારે કદાચ ઘણા બધા પ્રતિકારને પણ અવકાશ રહેલો છે તે માટે આ શબ્દનો દુરૂપયોગ તથા આજના ચોક્કસ માનસિક્તાનું પણ કારણ હોઇ શકે એમ કહીશ કે ગુરુ એ ‘રોડમેપ’ સમાન છે. જ્યારે તમે અજાણ્યા વિસ્તારમાં ફરવા જાઅો તો તમે રસ્તાની જાણકારી આપતા ‘રોડમેપ’ વિના જશો ખરા ? તમે ‘રોડમેપ’ વિનાપણ જઇ શકશો. અને કદાચ તમે તમારા નક્કી સ્થળે પહોંચી પણ શકો પરંતુ એવું પણ બને કે તમારે તમારી બાજુના સ્થળે જવાનું હોય અને તમે આખું જગત ફરીને ત્યાં પહોંચો અથવા એવું પણ બને કે તમે તમારા જવાના સ્થળે જઇ પણ ના શકો.
જ્યારે તમે અનિશ્ચિત માર્ગે જવા માંગતા હો ત્યારે હોંશિયારી તેમાં છે કે જે વ્યક્તિ અગાઉ ત્યાં ગઇ હોય તેની સાથે રહેવાનું તમે પસંદ કરો આ વ્યક્તિ ત્યાં ગઇ હોવાથી તમે તેનું માર્ગ દર્શન મેળવી શકો. આમ તમે તાદૃશ્ય રોડમેપ મેળવો છો. શું હું ગુરુ વિના આમ ના કરી શકું? ચોક્કસ પણે તેમ કરી શકાય પરંતુ એવું પણ બને કે જે તમે ટૂંકા ગાળામાંના કરી શકો તેને માટે તમારો જન્મારો પણ કદાચ પૂરો થાય. તેવા સંજોગો સીધેસાદી સમજ તમને ભોમિયાને પામવા વાત કરે છે. જ્યારે આંતરિક વિસ્તાર કે સમજની વાત આવે છે. આપણને રાહ ચીંધનારાને આપને ગુરુ કહીએ છીએ ગુરુના ‘ગુ’નો અર્થ અંધકાર અને ‘રૂ’ નો અર્થ વિખેરી નાખનાર તેવો થાય અર્થાત જે અંધકારને વિખેરે તેને ગુરુ કહેવાય.
આંતર સમજ કે આંતરિક વિસ્તારની વાત આવે ત્યારે ગુરુ આવશ્યક થઇ પડે છે કારણ કે જીવન વિષેની તમારી માન્યતા પાંચ ઇંદ્રિય આધારિત છે. જો તમે આ પાંચેય જ્ઞાનેન્દ્રિયોની વાત કરો તો તે સંબંધિત અંગો બાહ્ય દેખાવે જ છે. તો તમે શું કરશો? અહિંયા વાઢકાપ કે ધ્યાન ચિંતનને અવકાશ નથી. અહિંયા તમારે બિલકુલ અલગ જ માર્ગેથી આંતરિક દૃષ્ટિકોણની જરૂર પડવાની. આંતરિક સમજ કે વિસ્તાર તમે જોઇ શકતા નથી. કારણ કે આંતરિક માન્યતા પ્રબળ બની નહીં હોવાથી તમે મદદ માંગી રહ્યા છે.
આપણે અેમ કહી શકીએ કે તમારે બેહોશ કર્યા વિના (અેનેસ્થેટીક) સાદી શસ્ત્રક્રિયાની જરૂર પડી છે તો શું તમે ચાકુ ઉઠાવીને જાતે જ વાઢકાપ કરવાના છો? તમે સર્જન પાસે જ જવાના કારણે કે તમને વિશ્વાસ છે કે સર્જન તમારા કરતાં વધુુ સારી રીતે સશ્ત્રક્રિયા કરવાના છે સ્વ કે સ્વયંની સમજનું પણ આવું છે. તમારા ડોકટર કરે તેનાથી પણ વધુ ઊંડાઇએ વાઢકાપ થાય છે. તમારા ડોકટર તો માત્ર ભૌતિક શરીર ઉપર વાઢકાપ કરે છે. પરંતુ સ્વસમજ માટે તમારે તમારી ઘણી બધી ગેરસમજ અને માન્યતાઅોના ઘણા બધા સ્તરને કાપવાના છે. જો તમે કોઇ જેલમાં પૂરાઇ ગયા હો અને તમારે બહાર નીકળવું હોય તો તમે બહારની મદદ મેળવો તો સારૂં ગણાય. આંતરિક કે સ્વસમજનું પણ તેવું જ છે. કારણ કે બંધન એ આંતરિક કામગીરી જેવું છે. તમારે તેનાથી છૂટવું કે આઝાદી જોઇતી હોય તો તમારે બહારથી મદદ લેવી જ પડવાની અને આ સ્થિતિમાં ગુરુ બંધબેસતા થાય છે.
– Isha Foundation