બરોડાના ફતેહગંજ વિસ્તારમાં આવેલા રેલવેના ફ્લાય ઓવર બ્રિજને પ્રમુખ સ્વામી ફ્લાય ઓવર નામ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર, 2015માં નિર્માણ પામેલા આ બ્રિજના નામકરણ સમયે રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ફતેગંજ ખાતે બનેલ આ બ્રિજ શહેરનો સૌથી લાંબો ફલાયઓવર છે. આ સિવાય કમાટીબાગમાં બનેલ નવા કેબલ સ્ટે બ્રિજને બાબા સાહેબ સેતુ નામકરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રૂપિયા 62.98 કરોડના ખર્ચે માત્ર 18 મહિનામાં તૈયાર કરાયેલો ફ્લાયઓવર બ્રિજનું ડિસેમ્બર 2015માં નાતાલ પર્વે તત્કાલિન આરોગ્ય મંત્રી અને હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

7 − 3 =