બાંગ્લાદેશની રાજધાની ઢાકાની નજીક આવેલી એક મસ્જિદના એર કન્ડિશનર્સમાં થયેલા વિસ્ફોટનો મૃત્યુઆંક વધીને 24 થયો છે. નારાયણગંજ જિલ્લાની બૈતુલ સલાત મસ્જિદમાં શુક્રવારની સાંજે નમાઝ દરમિયાન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ગેસ લીકેજને કારણે છ એસીમાં એકસાથે વિસ્ફોટ થયો હતો.
શનિવારે બપોર સ્થાનિક સમય પછી 11 વાગ્યા સુધીમાં 22 વ્યક્તિના મરણ થયા હતા. રવિવારે વધુ ત્રણ ઇજાગ્રસ્ત લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. ઢાકા સ્થિત શેખ હસીના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં વધુ 13 ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ થતાં ગ્રાન્ડ ફ્લોરમાં આવેલા છ એસીમાં વિસ્ફોટ થયો હતો.