પતંજલિ આયુર્વેદની એફએમસીજી રેસની આગેવાનીમાં સ્પ્રિન્ટમાં ઘટાડો થયો છે, ગૂડ્સ અને સર્વિસીસ ટેક્સ અને નબળા વિતરણ નેટવર્ક દ્વારા વિક્ષેપને કારણે પાંચ વર્ષમાં પ્રથમ વખત વેચાણ ઘટી ગયું છે. કેર રેટિંગ્સ દ્વારા કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, માર્ચ 2018 માં પૂરા થયેલા વર્ષમાં કંપનીનો એકંદર ઉપભોક્તા માલની આવક 10 ટકાથી વધુ ઘટીને 8,148 કરોડ રૂપિયા થઈ ગઈ છે. દેશની મોટી કંપની પતંજલિના સહસ્થાપક બાબ રામદેવે ગયા વર્ષે દાવો કર્યો હતો કે, પતંજલિનું ટર્નઓવર પાંચ વર્ષમાં 25,000 કરોડને પાર કરી દેશે. અને તેમની કંપની હિન્દુસ્તાન યુનીલીવરને પાછળ છોડી દેવાની વાત કરી હતી. બે વર્ષથી કમાણી 11,000 પર અટકી ગઈ છે.
પરંતુ એચયુએલનું વેચાણ આ સમય દરનિયાન 1,000 કરોડ વધીને 35,000 કરોડ રૂ, સુધી પહોંચી ગયું છે. સતત બે વર્ષથી આગળ વધતી કંપનીમાં અચાનક બ્રેક લાગી ગઈ છે. બાબા રામદેવ અ આચાર્ય બાલકૃષ્ણની કંપનીનું 2014-15માં ટર્નઓવર 2,000 કરોડ રૂ. હતું. જે આગળના વર્ષે 5,000 કરોડ રૂ. થયું હતું. 2016-17માં બમણું થઈને 11,000 કરોડ રૂ. થઈ ગયું હતું. જ્યારે 2017-18માં સ્થગિત રહ્યું છે. સ્વદેશી, આયુર્વેદિક અને શુદ્ધતાનો કિમિયાથી લોકો કંટાળી ગયા છે. ડાબર, એચયુએલ અને કોલગેટ પણ આવી પ્રોડક્ટ લાવી રહ્યું છે.
જેથી નવીનતા નથી રહી.પતંજલિએ પહેલા નેટવર્ક બનાવ્યું, બિગ બજાર સાથે ટાઈ અપ કર્યું અને સ્વદેશી સ્ટોરની ફ્રેન્ચાઈઝી ખોલી. શરૂઆતમાં આયુર્વેદિક દવાથી લઈને હર્બલ અને કેમિકલ મુક્ત પ્રોડક્ટથી બિસ્કિટ, નુડલ, ટુથ બ્રશ, ચોકલેટ બધું બજારમાં લાવ્યા. હવે ફ્રોજન શાકભાજી અને રેડિમેડ કપડા પણ લાવ્યા. જેનાથી અલગપણાની વેલ્યુ ન રહી. અને બધું જ વેચાણ કરવા જતા મેળવણ થઈ ગઈ.બીજી કન્ઝ્યુમર કંપનીઓએ પોતાના અભિયાન અને પ્રોડક્ટમાં નેચરલ, શુદ્ધ અને ઈન્ટરનેશનલ ક્વોલિટી પર જોર આપવાનું શરૂ કર્યું છે. જેથી ગ્રાહકો પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. અને પતંજલિ પાસે સિમિત પ્રોડક્ટ્સ છે.પતંજલિ પાસે એક માત્ર બ્રાન્ડ બાબા રામદેવ છે.