સરદાર પટેલના જીવન કવન, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગો વિશેની માહિતી જન-જન સુધી પહોંચે તેવા આશયથી સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એક્તા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બારડોલી આશ્રમની પણ રૂપાણીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રૂપાણીએ સંબોધન આપતા કહ્યું હતું કે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાનું વડાપ્રધાન મોદીના હસ્તા લોકાર્પણ થશે. 182 મીટર ઉંચી પ્રતિમા બનાવી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરાશે. એકતાના પ્રતિક સરદાર પટેલે દેશને એક કર્યો તેને આખી દુનિયા જાણશે અને સમજશે. કોંગ્રેસે સરદાર પટેલ અને આંબેડકર સાથે અન્યાય કર્યો છે. આઝાદી બાદ મહાત્મા ગાંધીને પણ હાંસિયામાં ધકેલી દીધા.
40 વર્ષ સુધી સંસદમાં સરદાર પટેલનું ચિત્ર નહોતુ મુક્યું. માત્ર એક પરિવારનો જ ઈતિહાસ જનતા સમક્ષ મૂક્યો. સોમનાથ મંદિરનો જીર્ણોદ્રારનો સરદાર સાહેબે નિર્ણય કર્યો હતો. જે નગરના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતોની એક્તાએ વલ્લભભાઈ પટેલને સરદાર સાહેબનું બિરુદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક સુભગ તક છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક છે. દેશની એક્તા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જો સરદાર સાહેબ ના હોત તો દેશનો નકશો જ અલગ હોત.કોંગ્રેસ કોઈ દિવસ ટેકાના ભાવથી એક દાળો પણ ખરીદ્યો છે કે વાતો કરો છો ખેડૂતોની. ભાજર સરકાર બે વર્ષથી ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. અને આગામી માર્ચ મહિનામાં પહેલી વખત પીએમ મોદીએ શેરડીને પણ ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય પ્રથમ વખત કર્યો છે. કોંગ્રેસની સરકારમાં અન્યાય કરવામાં આવ્યો હતો.
પાકવીમાને બદલે કોંગ્રેસે તો ખેડૂતોને ગોળીઓ આપી હતી. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને ધિરાણ પર 18 ટકા વ્યાજ હતું. ખેડૂત સમુદ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્દધાટન એક સંભારણું બને અને સરદાર પટેલનો સંદેશ લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવા માટે આગામી 20થી 29 ઓક્ટોબર અને બીજા તબક્કામાં 15 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન સુરત જિલ્લાભરમાં એકતા યાત્રાના ત્રણ રથો ગામે ગામ ધુમશે. દરેક ગામમાં એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.