શિસ્ત સબ્દનો અર્થ શિખવું અથવા શિખવાનું તેવો સહજભાવ છે. જ્યારે તમે કહો છો કે હું શિસ્તબદ્ધ છું તો તેનો અર્થ તમે હંમેશા શીખતા રહેવાની ઇચ્છા ધરાવો છો.. તમે કોઇ ચોક્કસ ઢાંચામાં જકડાયેલા નથી. શિસ્તનો અર્થ કાંઇ પણ ચોક્કસ રીતે જ કરવાનું તેવો થતો નથી. તમે સતત મથામણ કરતા હો અને કોઇ પણ કામ કેવી રીતે સારું કરવું જોઇએ તે શીખવાની ઝંખના રાખતા હો તો મતે શિસ્તબધ્ધ છો.
તમે કોઇના ઉપર શીખવાની પ્રક્રિયા લાદીના શકો પરંતુ ચોક્કસ બાબતો કરવાની લોકોને ફરજ પાડી શકો. જો કે આવું ફરજિયાત પણું ટૂંકા ગાળા માટે જ હોઇ જ શકે. લાંબા ગાળે તમારું જીવન આવી ફરજ પાડવામાં અને સામેની વ્યક્તિનું જીવન તેને (ફરજિયાતપણા) ટાળવા કે અવગણવામાં જ જવાનું.
મારા બાળપણમાં મારા પરિવાર દ્વારા મારા ઉપર જે કાંઇ ફરજિયાત લાદવામાં આવ્યું તે કારગત નીવડ્યું ન હતું. પરંતુ પરિવાર દ્વારા જે કાંઇ સંસ્કૃતિ સ્વરૂપે અમલી બનાવાયું તે કારગત નીવડ્યું હતું તેટલું જ નહીં તેનાથી મેન ઘણો ફાયદો પણ તયો છે. સંસ્કૃતિ રૂપે લદાયેલી બાબતો પણ સીધેસાદી હતી. દૃષ્ટાંતરૂપે લઇએ અમે (પરિવારના સભ્યો) ગમે ત્યાં હોઇએ પરંતુ બપોર અને રાત્રિના ભોજન માટે અવશ્યપણે ઘેર પાછા ફરતા હતા. સવારના નાસ્તા માટે આવું શક્ય ન હતું. કારણ કે ઘરની બહાર નીકળવાનો બધાનો સમય અલગ અલગ હતો પરંતુ લંચ અને ડીનર માટે બધા સભ્યો ભેગા થાય અને સાથે મળીને ભોજન કરતા હતા. જો કોઇ સભ્ય સમયસર ધેર પાછો ના આવે તો અાખો પરિવાર તેની રાહ જોતો પરિણામે સમયસર ઘેેર પાછા ફરવાનું બધા માટે નિયમિત બની ચૂક્યું હતું. આ કોઇ ફરજિયાત લદાયેલી સ્થિતિ ન હતી, પરંતુ ભોજન માટે નિયમિત ઘરે પાછા ફરવું તેવું વાતારણ જ ઉભું કરાયું હતું.
આ એક ચોક્કસ રીતે કરવી જરૂરી બાબતના સંદર્ભે ગોઠવાતી સાહજિક વ્યવસ્થા જેવું છે. જો તમારે જીવનની ચોક્કસ ગુણવતા કે ધોરણની ઇચ્છા હોય તો તમારે તો માટે ચોક્કસ સમયગાળો તથા સ્વચ્છ જગ્યા રાખવી જ પડે. સ્વચ્છ જગ્યા રાખવા માટે તમારે ચોક્કસ કામો કરવા જ પડવાના જો જગ્યાની સાફસૂફી કરવા તમને વાંકા વળવાનું કે ઘૂંટણભેર બેસવાનું ગમતુ ના હોય તો તમારી ગંદી જગ્યામાં જ રહેવું પડવાનું, આથી જ તમારે તમારી પ્રાથમિક્તા પહેલાં નક્કી કરવી પડે. જો તમે લોકોને જે કાંઇ કરવાનું હોય તે શા માટે કરવાનું છે. તે સમજાવ્યું હોય તો મને ખાતરી છે કે દરેક સમજુ માણસ તેમ કરવા તૈયાર થવાનો જ છે જો તમે સમજુ માણસ છો તો સારૂં શું છે તે સમજી વિચારીને તમે તેમ કરવાના જ છો. જો તમે સમજુ નથી અને જો કોઇ તમને કાંઇ કહે તમે તેને સાંભળીને સમજવાના પણ છો. જો તમે કાંઇ સમજી જ ન શકતા હો તો તમે ગધેડા જેવા છો અને ગધેડા સાથે ગધેડા જેવો કરેતો પણ તમે ગધેડાની જેમ જ વ્યવહાર થવાનો લોકો કદાચ તમારી સાથે ગધેડાની જેમ વ્યવહારના પણણ કરે તો પણ તમે ગધેડાની જેમજ જીવવાના મારા ઘરમાં મારી માતા સવારે અને સાંજે એમ બે વખત કચરો વળતી તથા એક વખત પોતું પણ કરતી હતી. ઘરકામ કરનારો નોકર કામ કરવા આવે કે ના આવે મારી માતાની આ દિનચર્યા હતી ઘરમાં કચરા પોતું ના થયું હોય ત્યાં સુધી મારી માતા ન્હાવા કે ખાવાનું પણ ખાતી ન હતી. તમે તમમારી માતાને બધા જ કામે કેવી રીતે કરકવા દેવાના પરિણામે ઘરના બધા સભ્યો પણ માતાની મદદમાં જોડાતા જેને જે કામ જેવું આવડે તેવી રીતે કરતા રહેતા જો નોકર ના આવ્યો હોય અને મારી માતાએ પણ કચરા પોતાં ન કર્યા હોત તો અમે કોઇએ પણ આવું કામ કરવાનનું વિચાર્યું ના હોત કારણ કે આ તો નોકરનું કામ છે તેમ સમજે રાખ્યું હોત મારી માતાના કારણે અમે કચરા પોતાનું કામ પણ કરતા થયા.
આવી નાની નાની બાબતો ઘણો મોટો ફરક લાવતી હોય છે તમે સવારે પથારી છોડી ઉભા થાઅો અને ફોકટ કે ચા પીવા જાઅો ત્યારે ઘણી બધી નાની નજીવી લાગતો બાબતો તરફ કમનશીબે ઘણા પરિવારોમાં ધ્યાન અપાતું નથી. આવા નાના મોટા કામો આપણે ના પણ કર્યા હોય તો કોઇ બૂમ પાડનારું હોતું પણ નથી. મારા ઘરમાં મારી માતાના કારણે અમે ઘણા બધા નાના મોટાં કામો કરતા થયા હતા.
સભ્ય નાગરિક્તા એ પુસ્તકો માધ્યમથી ઉપદેશકોના માદ્યથી આવતરી કે આવી નથી. તે તો પારિવારિક જીવનના માર્ગે જ આવી છે. તમે તમારું બાથરૂમ કેવું રાખો છો કે પછી તમારું ડાઇનિંગ ટેબલ કેવું છે તેના આધારે જ સભ્યતા આવતી હોય છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં તમે ભાગ લો કે ના લો, તમને કોઇ પ્રશ્નો કરાતા નથી. પરંતુ આવી રીતે તમે કોઇ પ્રક્રિયાથી કેટલો સમય દૂર રહી શકવાના? તમે તેમ કરી શકવાના જ નથી. જ્યારે બીજા બધા લોકો બધા કામ કરતા હોય કે વ્યવસ્થિતતા જળવાતી હોય તો મતે તેમ કરવા લાગવાના જ છો.
જો તમે તમારા બાળકના જીવનમાં યોગને સ્થાન અપાવો છો તો તમારું બાળક શિસ્તબદ્ધ બનવાનું જ છે. યોગ એ એવી પ્રક્રિયા છે જે તમારા જીવનમાં શિસ્ત લાવે જ છે કારણ કે યોગ એ ચોક્કસ રીતે જ કરવાના હોય છે અને જો તેમના કરવામાં આવે તો યોગ કારગત નીવડતા જ નથી. યોગ એટલી હદે ઝીણવટભરી રીતે શીખવાય છે કે તમે એટલી ઝીણવટથી યોગ કરવાનું શરૂ કરો છો તે પછી તમે શિસ્તબધ્ધ ના થાઅો તેમ બનવાનું નથી.
– Isha Foundation