પ્રશ્ન ઃ બાળકો ખાસ કરીને ટીનેએજર શૈક્ષણિક અને સામાજિક દબાણ હેઠળ હોય છે. જીવનમાં આગળ વધવાની સાથે સાથે બાળકો તેમને શૈક્ષણિક જીવનમાં જોઇતા એ, બી, સી કે અન્ય ગ્રેડ મેળવવાની સાથોસાથ તેઅો જે ઇચ્છે તે રાહ અને આનંદની સમતુલા કેવી રીતે રાખી શકે ?
સદ્્ગુરુ ઃ બાળકો જે શિક્ષણ મેળવે છે તેના ઉપર જો નજર નાંખીએ તો તેમના (બાળકોના) કેટલાક વર્ષો કક્કોબારાખડી, વાક્યો લખવા વાંચવાનું શીખવા પાછળ વીતતા હોય છે. ગણિત શીખવા પણ કેટલાક વર્ષો વીતતા હોય છે. તો પછી પોતાના મનોજગતથી કેવી રીતે કામ કરવું તેનો માર્ગ શીખવા કેમ સમય અપાતો નથી? આમ થવાનું કારણ તે છે કેટલીક બાબતો મહત્વની છે અને કેટલીક તત્કાળ મહત્વની નથી તેવી પ્રાથમિક્તા આપણે નક્કી કરેલી છે. આ હું ઘણા દુઃખ સાથે કહું છું કે અમેરિકામાં દરરોજ 3 હજાર બાળકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ભારતમાં દર વર્ષે 10000 બાળકો આત્મહત્યા કરે છે. જીવનના આ અત્યંત મહત્વના પરિબળની આપણે કેવી રીતે અવગણના કરીએ છીએ? શું આપણે સમજ ગુમાવી ચૂક્યા છીએ?
બાળકો સાથે રહીને કાંઇક કરવા માત્રથી આ પરિસ્થિતિ સુધરી શકવાની નથી. આજના જગતમાં આપણે જે કાંઇ કરીએ તેમાં જ આપણે આ બાબત ગુમાવી ચૂક્યા છીએ. બાળકોને જીવસૃષ્ટિ અને વ્યવસ્થાની જરૂર છે. તાજેતરમાં મને કોઇએ ભેટમાં સારા બેક્ટેરિયાની અોળખવાળું સ્પ્રે મોકલાવ્યું મને કહેવામાં આવ્યું કે જો હું આ બેકેટેરિયાનો છંટકાવ મારા ઉપર કરીશ તો મારી ચામડી સ્વસ્થ રહેશે, માથામાં છાંટીશ તો વાળ મજબૂત થશે પરંતુ મારે બેક્ટેરિયાની જરૂર જ શા માટે? હું કાઇ પ્રયોગશાળામાં ઉછરેલો નથી. હું આ ગ્રહ ઉપર જ મોટો થયો છું જે પૂર્ણ તથા બેકટેરિયાથી સભર છે. હું અેમ કહેવા માગું છું. કે તમારૂં જીવ સર્વાંગ સંપૂર્ણતામાં નીવડેલું છે. નહીં કોઇ વિશિષ્ટતાને વરેલું હોય પૃથ્વી ઉપર આવતી પર્યાવરણીય આપતિ તેટલા માટે હોય છે કે આપણે એમ માનીએ છીએ કે આપણે બધું જ દૂર કરીને સારી રીતે જીવી શકીશું પરંતુ આમ થતું નથી તેના માટે તો યોગ્ય ઇકોસિસ્ટમ જોઇએ જ.
બાળકો સાથે પણ આવું જ થતું હોય છે. બાળકો તેમના જીવન સાથે શું કરતા હોય કે કરે અને આપણે તેમને ક્યાં લઇ જવા કે દોરવા મથીએ છીએ? આપણે સમજવું રહ્યું કે એક બાળક ખાસ કરીને એક યુવાનનો અર્થ માનવતાના ઘડતરનો થાય છે. આ સંદર્ભમાં કારનું દૃષ્ટાંત લઇએ આપણે કારનું બીજું મોડલ હાલના મોડલ કરતાં સારું હશે તેવી અપેક્ષા રાખતા હોઇએ છીએ. જો કાર કંપની એક જ મોડલનું ઉત્પાદન કરતી રહે તો શું તમે દર વર્ષે એની અે જ કાર થોડા ખરીદવાનો છો? નવી પેઢીનું પણ તેવું છે. તમે જે કાંઇ કર્યું તે જ નવી પેઢી કરે તેવી રીતે વર્તે કે તેવી જ લાગણી ધરાવે તે જરૂરી નથી અને તેવી અપેક્ષા પણ રાખવાની ના હોય. સાથો સાથ તે ધ્યાન રાખવાનું કે નવી પેઢી તેમના સારા માટે સક્રિય છે કે નહીં તે અવસ્થા પણ માબાપની ચિંતા છે જ.
બાળક માટે કાંઇ નિશ્ચિત કરી દેવા માત્રથી બાળકનું કલ્યાણ થતું નથી. બાળક એ જે વાતાવરણમાં મોટું થાય છે. તેનાથી (વાતાવરણ) અલગ નહીં હોવાના કારણે આપણને ઇકોસિસ્ટમ કે સ્વચ્છ સારા વાતાવરણની જરૂર રહે છે. બાળક એ પોતે જ વાતાવરણની નીપજ કોઇ આપણે પોતે જ વાતાવરણને કેળવવાનું કે સુધારવાનું છે. જો આપણને ફુલ જોઇતા હોય તો આપણે તેને અનુરૂપ વાતાવરણ જાળવવું જ પડવાનું આપણે છોડવામાંથી ફૂલ ખેંચી શકતા નથી. તેમ થતું પણ નથી જો આમ કરવા જોઇએ તો પછી આપણી સમક્ષ પ્લાસ્ટિકના ફુલ જ રહેવાના.
મોટા ભાગના માબાપ તેમના બાળકોમાંના શ્રેષ્ઠ લાવી શકતા નથી કે કેળવી શકતા નથી. તેઅો તેમના બાળકોને બીબાંઢાળ ચોક્કસ દિશામાં જ ધકેલવા મથે છે. બાળકોને આ રીતે ધકેલો નહીં ગુલાબનો છોડના હોય તો તેના ઉપરથી ગુલાબ મળવાનું જ નથી. તમે બધા છોડવામાંથી ગુલાબના ફુલની અપેક્ષા રાખી શકો નહીં. કારણ કે તમને ગુલાબ ગમે છે. તમારા ઘરમાં એક નવી તાજી જીંદગી છે અને તેમાંથી શું બહાર આવવાનું છે તે આપણે જાણતા નથી.
હું યુવાન હતો ત્યારે મને કોઇએ આ કર કે પેલું કર તેમ કહ્યું હોત તો મને સારૂં ન લાગ્યું હોત ત્યાં સુધીમાં માં તેમ કર્યું ના હોત. મારા જીવનમાં જેનાથી મને યોગ્ય મલ્યું હોય તે તે છે કે હું મારા પરિવાર સમાજ ધાર્મિક કે રાજકીય વાતાવરણ કે અન્ય કોઇની પણ શહેરની કે વશમાં આવ્યો નથી. સર્જનહારે મને જે રીતે બનાવ્યો તે જ રીતે હું રહ્યો છું. મેં મારી જાતને બધાથી અલગ રાખી છે અને ધીરે ધીરે હું અનુભવું છું કે જીવંત રહેવા માટે ચોક્કસ સમજ જરૂરી છે.
અને આથી જ હું લોકોને કહું છું કે બાળકોને ઉછેરવા અને સહન કરવા તમારામાં અસામાન્ય ડહાપણ અને હિંમત હોવી જરૂરી છે. કારણ કે નવી જીંદગી એ નાની સૂની વસ્તુ નથી. નવી જીંદગીએ તમારા શરીરમાં બે કોષોમાંથી અવતરીને અસાધારણ લાક્ષણઇક્તાથી પાંગરેલો જીવ છે. જે તમારી સમક્ષ સાકાર થઇ રહ્યો છે. જો તમે તેની સામે અહોભાવથી નિહાળી તેને અનુરૂપ વાતાવરણ સર્જશો તો તમારૂં બાળક સુંદર કુલ જેવું લાગે તેમ મોટું થવાનું છે તે તમે અપેક્ષા રાખો તેમ ગુલાબનું ફુલ ના પણ હોઇ શકે. તમે અપેક્ષા રાખો તેવું તમારૂં બાળક કદાચ ના પણ થાય કારણ કે તમારી અપેક્ષાઅો તો ભૂતકાળના કબ્રસ્તાનમાંથી આવેલી હોય છે. બાળકો તો ભવિષ્ય છે.
બાળકો તમારા નથી તે તમારામાંથી નથી આવ્યા બાળકો તો તમારા માધ્યમ થકી છે અને આવા વખતે બાળકો ક્યાં જાય અને શું કરે છે તે નક્કી કરવા મથામણ કે આવા નિર્ણયને તમારો અધિકાર માનવાના બદલે તેમને બિરદાવી આનંદ માણવો તે વિશેષાધિકાર છે. બાળકો તેમના સારા નરસાં માટે કાંઇ કરતા હોય અને તેમના જીવન માટે નકારાત્મકના કરતાં હોય તો ત્યાં સુધી તમારે રાહ જોવી જ રહી. બાળક 21 વર્ષનું થાય ત્યાં સુધી તમારે તમારી જાતને પ્રસ્તુતાવસ્થા જેવા અનુભવવાનું અને રાહ જોતા રહેવાનું બાળક ગર્ભમાં હોય છે. ત્યારે આપણે કાંઇ કરતા નથી. આપણે આપણી જાતને પોષણ આપતા રાખી સ્વસ્થ રહીને રાહ જોઇએ છીએ તે જ પ્રમાણે બાળકો કે ટીન એજરને સારું વાતાવરણ પૂરું પાડીને રહા જોતા રહો.- Isha Foundation