ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનરપદ માટે અરજી કરવાનો ઈનકાર કરી દીધો છે. રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર બનાવાશે તેવી અટકળો સોશ્યલ મીડિયા પર કેટલાય દિવસથી વાયરલ થઈ રહી છે ત્યારે લંડનમાં યોજાયેલા એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીતમાં રાજને કહ્યું હતું કે શિકાગો યુનિવર્સિટીમાં મારી નોકરી સારી રીતે ચાલી રહી છે.હું જ્યાં છું ત્યાં ખુશ છું.હું કોઈ પ્રોફેશનલ બેન્કર નથી,હું એક અધ્યાપક છું અને હું કોઈ જોબ માટે એપ્લાય કરવાનો નથી. બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનરની ખુરશી આવતા વર્ષે ખાલી થઈ રહી છે.નવા ગર્વનરપદના સંભવિત ઉમેદવારોમાં રઘુરામ રાજનનુ નામ પણ ચર્ચામાં હતું. રાજન સપ્ટેમ્બર 2016 સુધી ભારતની રિઝર્વ બેન્કના ગર્વનરપદે રહ્યા હતા.તેઓ હાલમાં શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ઈકોનોમિક્સ ભણાવે છે.