વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગસાથે ફરી એક વખત મુલાકાત કરી છે. બન્ને નેતા દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ બ્રિક્સ દેશોની સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે . આ મુલાકાતમાં બન્ને નેતાઓએ ભારત-ચાઇનાના સંબંધોની ગતિ જાળવી રાખવા અંગે ચર્ચા કરી હતી. જણાવી દઇએ કે બ્રિક્સ સમિટમાં પી.એમ. મોદીની અને જિનપિંગની છેલ્લા 4 મહિનામાં આ ત્રીજી મુલાકાત છે. મોદીએ કહ્યું કે આ બેઠકમાં વિકાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક મળી છે. પીએમઓએ આ મુલાકાત અંગે ટ્વિટ કરતાં કહ્યું કે ‘ભારત-ચીનની વધતી મિત્રતા. પી.એમ. મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગસાથે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટથી મુલાકાત લીધી. ‘ આ અવસરે બન્ને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સ દેશોના સહકાર અને આપસી લાભના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ પહેલા એપ્રિલ મહિનામાં ચીનની વુહાન શહેરમાં મોદી અને જિનપિંગે એક અનૌપચારિક મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને નેતાઓની મુલાકાતમાં જૂનમાં શાંઘાઈ સહયોગી સંગઠનો દરમિયાન ચાઇનામાં થઇ હતી. જિનપિંગસાથેની તેમની મુલાકાત અંગે મોદીએ કહ્યું કે, તેમણે ભારત-ચીનના સંબંધો નવેસરથી વધુ મજબૂત બનાવ્યા છે અને બંને દેશો વચ્ચેના સહકારથી અનેક નવા રસ્તાઓ ખુલ્લા થયા છે. મોદીએ જિનપિંગથી કહ્યું કે, ‘મુલાકાતનો આ દૌર જાળવવો જરુરી છે’.
મોદી અને જિનપિંગની મુલાકાત વિશે વિદેશ સચિવ વિજય ગોખલેએ મીડિયાને જણાવ્યું કે, ‘છેલ્લr મુલાકાતોમાં પી.એમ. મોદીએ રાષ્ટ્રપતિ જિનપિંગસમક્ષ ભારતથી ચીનને કૃષિ ઉત્પાદનોનો નિકાસ વધારવા વિશે ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મુદ્દે આગળ ચર્ચા કરવા માટે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં એક ભારતીય ટ્રેડ ડેલિગેશન ચીન આવશે.’