બ્રિટનમાં પાકિસ્તાનની મૂળના એક કાઉન્સિલરે મીટીંગ દરમિયાન મહિલાઓના એક સમૂહને એક મહિલાની ટોપલેસ તસવીર મોકલી હતી, ત્યારબાદ વિપક્ષી લેબર પાર્ટીએ પાકિસ્તાની મૂળના કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે. ગુરુવારે મીડિયા અહેવાલમાં કહેવાયું છે કે કાઉન્સિલરે એને ‘ઓેનેસ્ટ મિસ્ટેક’ ગણાવી છે.
શેફીલ્ડ સિટીના કાઉન્સિલર મોહમ્મદ મારુફે વ્હોટ્સએપ ગ્રૂપ ‘મમ્સ યૂનાઈટેડ’માં ટોપલેસ ફોટો મોકલી હતી. આ વોટ્સએપ ગ્રૃપની એડમીન સાહિરા ઈર્શાદે ચાકૂથી થનાર અપરાધની એક અરજી ગ્રૂપમાં મોકલી, એટલે આ કાઉન્સિલરે વોટ્સએપ ગ્રપમાં તરત જ ટોપલેસ ફોટો મોકલી દીધી હતી.
સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલર મોહમ્મદ મારુફે કહ્યું કે, હું ખૂબ શરમ અનુભવું છું અને આ ઘટનાને ‘પ્રામાણિક ભૂલ’ કહીને માફી માંગી છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે તપાસ થાય ત્યાં સુધી મારુફ કાઉન્સિલ પદેથી સસ્પેન્ડ રહેશે. જોકે, મારુફનો એવો પણ દાવો છે કે આ બેઠકમાં ઈર્શાદની સ્પીચનો વીડિયો ડાઉનલોડ કરી રહ્યો હતો, ત્યારે ભૂલથી બિભત્સ તસવીર એટેચ થઈ ગઈ હતી. મારુફે વધુમાં કહ્યું કે, આ મારો વ્યક્તિગત ફોન છે અને વ્હોટ્સએપમાં કેટલાય પ્રકારની માહિતી, ફોટો, વીડિયો આવતા રહે છે અને દરેક ચીજ આપોઆપ ફોટો ગેલેરીમાં સંગ્રહિત થઈ જાય છે. આ ફોટો કોઈએ મને મોકલી હતી અને એ મારા ફોનમાં સેવ થઈ ગઈ હતી.