નાગરિકત્વના અધિકારોના વિવાદ સબંધમાં પકડાયેલા કોમનવેલ્થના નાગરિકોના છેલ્લા આંકડા બ્રિટિશ સરકારે આજે જાહેર કરતાં ભારતીયો પર કેટલી અસર પડી તેનો સાચો ખ્યાલ આજે જ મળ્યો હતો. ૧૯૭૩માં ઇમિગ્રેશનના કાયદાઓ વધુ કડક બન્યા તે પહેંલા યુકેમાં આવેલા વસાહતીઓના કેસ હાથ ધરવા યુકે હોમ ઓફિસ દ્વારા રચવામાં આવેલી એક ઇમરજન્સી ટાસ્કફોર્સ દ્વારા ૯૩ ભારતીયોને બ્રિટનમાં રહેવા અને કામ કરવાના દસ્તાવેજો પુરા પાડવામાં આવ્યા હતા.

ટાસ્કફોર્સ દ્વારા જેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો તેવા ૨૧૨૫ વસાહતીઓમાં મોટા ભાગના કેરેબિયન ટાપુઓના હતા. કેટલાક ભારતીયો ઓળખાયા હતા તેની જાણ તો પહેલી જ વખતે થઇ હતી.’અમે એ વાત સ્પષ્ટ કરી હતી કે જેમને વિન્ડરૃશની પેઢીના લોકો પર નકારાત્મક અસર પડે તે અમને સ્વીકાર્ય નથી અને આ સરકારે તે બદલ માફી પણ માગેલી’એમ યુકેના ઇમિગ્રેશન મંત્રી કેરોલીન નોક્સે આમ સભામાં કહ્યું હતું. ‘મહત્વનું એ છે કે આપણે તેમને પુન: ખાતરી આપવી પડશે કે વધુમાં વધુ લોકો ટાસ્કફોર્સ સાથે સંપર્ક કરે તે પણ જોવું પડશે.

એટલા માટે જ અમે સમુદાયો સાથે કામ કરવાનું શરૃ કર્યું કે ટાસ્કફોર્સનું વલણ લોકોને મદદ કરવાનું છે’.બ્રિટનમાં રહેવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે તેના પુરાવાના અભાવે દેશ નિકાલ ભોગવી રહેલા યુકેસ્થિત જમૈકાના નાગરિકોના કેસ ખુલતાં વુન્ડરૃશ કૌભાંડ બહાર આવ્યું હતું.

‘વુન્ડરૃશ જેનેરેશન એટલે કે પૂર્વ બ્રિટિશ કોલોનીઓના એવા નાગરિકો જેઓ ૧૯૭૩ પહેલાં અત્રે આવ્યા હતા.તે વખતે કોમનવેલ્થ દેશના નાગરિકોના રહેવાના અને કામ કરવાના અધિકારો પર કાપ મૂકાયો હતો. તે પૈકીના મોટાભાગના જમૈકા-કેરેબિયનોના વારસદારો હતો. આમા ભારતીયો અને દક્ષિણ એશિયાના દેશોના અન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો.