A British Airways aircraft taxis past other parked British Airways aircraft at Terminal 5 of Heathrow Airport in west London, on July 30, 2010. British Airways said on Friday its net losses widened to 122 million pounds in its first quarter as strike action and the volcanic ash cloud grounded flights but insisted it was set to break even. BA, which is looking to merge with Spain's Iberia, said losses after tax rose 15 percent to the equivalent of 146 million euros or 191 million dollars in the three months to June compared with a year earlier. AFP PHOTO/ BEN STANSALL (Photo credit should read BEN STANSALL/AFP/Getty Images)

અમેરિકાની ફેડરલ એવિએશન ઓથોરિટીએ ગુરૂવારે ચેતવણી આપ્યા પછી શુક્રવારે પશ્ચિમી દેશો સહિતની વિશ્વની અગ્રણી એરલાઈન્સે જાહેર કર્યું હતું કે તેમની ફલાઈટ્સ ઈરાનની હવાઈ સરહદ ઉપરથી ઉડવાનું એવોઈડ કરશે, ત્યાંના રૂટ્સમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.

રૂટ્સ બદલવાની જાહેરાત કરનારી એરલાઈન્સમાં બ્રિટનની બ્રિટિશ એરવેઝ, એર ફ્રાન્સ, જર્મનીની લુફથાન્સા, ઓસ્ટ્રેલિયાની ક્વાન્ટાસ, નેધરલેન્ડ્ઝની કેએલએમ, સિંગાપોર એરલાઈન્સ, કેથે પેસિફિક, મલેશિયન એરલાઈન્સ, ગલ્ફ રાષ્ટ્રોની પણ એમિરેટ્સ સહિતની કેટલીક એરલાઈન્સનો સમાવેશ થાય છે.

લુથફાન્સાએ જો કે વધુમાં એવું પણ કહ્યું હતું કે એરલાઈન તેની તહેરાન જતી – આવતી ફલાઈટ ચાલુ રાખશે. અમેરિકાની બે – અમેરિકન એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સ તથા જાપાનની જાપાન એરલાઈન્સે એવી વિગતો આપી હતી કે તેની કોઈ ફલાઈટ્સના રૂટ આ વિસ્તારમાં થઈને જતા નથી.

ગુરૂવારે ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડ્ઝે અમેરિકાના એક ચાલક વિનાના લશ્કરી ડ્રોનને તોડી પાડ્યા પછી એફએએ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી હતી કે, એરલાઈન્સના વિમાનોને ભૂલથી નિશાન બનાવાય તેવા જોખમો રહેલા છે. તોડી પાડવામાં આવેલા ડ્રોનની પાંખોની પહોળાઈ (વિંગ સ્પાન) તો બોઈંગ વિમાન કરતાં પણ વધારે મોટી હતી. આ ફેરફારોના કારણે ગલ્ફ વિસ્તારની એરલાઈન્સની આર્થિક સ્થિતિ અને નફાકારકતાને વધુ મોટું નુકશાન થવાની શક્યતા રહે છે.