મ્યુઝિકની દુનિયામાં એક યુવા બ્રિટિશ ગુજરાતી ગાયિકા અવિના શાહે થોડાક વર્ષો ગીતો તૈયાર કરવા ભારે હાર્ડવર્ક કર્યું છે અને હવે આ વર્ષે તે રીલીઝ કરવાની તૈયારીમાં છે. મ્યુઝિકમાં બહુમુખી પ્રતિભા ધરાવતી આ બ્રિટિશ ગુજરાતી કલાકાર પોતાની કારકિર્દીને આગળ ધપાવવા કમરકસી રહી છે. ભારતમાં “ગાના” નામની સ્ટ્રીમિંગ એપ પર તેનું આગામી એપિસોડનું પ્રથમ ગીત “પ્લેબોય” દર્શકોને આકર્ષી જાય તેવો છે. મ્યુઝિકની સાથે આ બિઝનેસ એન્ટ્રપ્રનર બ્યુટી પ્રોડક્ટ્સની એક બ્રાન્ડ પણ ધરાવે છે.આ યુવા બ્રિટિશ ગાયિકાએ “ગરવી ગુજરાત” સાથે તેની મ્યુઝિક કારકિર્દી વિશે રસપ્રદ ચર્ચા કરી હતી. તેણે આજે સંગીત પ્રત્યેના પોતાના દ્રષ્ટિકોણના સવાલના જવાબમાં કહ્યું હતું કે મ્યુઝિકથી મારા જીવનમાં અનેક એવા વાળાંક આવ્યાં છે જેની મેં ક્યારેય અપેક્ષા રાખી નહોતી. મારા પર્ફોર્મન્સના કારણે અનેક પ્રકારની યાત્રાઓ કરવા મળી છે અને ઘણા જ જાણીતા લોકો સાથે મુલાકાતો પણ થઈ છે.  અવિનાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી સૌથી વધુ શું શીખવા મળ્યું એ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે તમે તમારી જાત પર ભરોસો રાખો. આત્મ વિશ્વાસ તમારી અંદરની તાકાત મજબૂત બનાવવા માટેની એક ચાવી છે. દરેક વ્યક્તિ પાસે એક કુદરતી શક્તિ હોય છે. તમારી ક્રિએટીવિટીની ક્યારેય લીમિટ નથી હોતી અને કેટલાક પ્રકારના જોખમો લેવા માટે ક્યારેય ડરવું ના જોઈએ. જીવન ખૂબ ઓછું છે અને તમારી કોઈપણ પ્રકારની પેશન હોય તો તમારે એ માટે કંઈક કરવું જોઈએ. અવિનાએ સંગીત યાત્રામાં કયા રસપ્રદ લોકોને મળી એ સવાલના જવાબમાં કહ્યું હતું કે હું એવી અનેક વ્યક્તિઓને મળી છું જેમને હું બિઝનેસ, એન્ટરટેઈન્મેન્ટ  ક્ષેત્રમાં સન્માનની સાથે જોઉં છું. એક વ્યક્તિ મને દરેક રસ્તે પ્રેરણા પુરી પાડે છે. મારા બાળપણથી જ હું જેમની ચાહક છું એવી અભિનેત્રી માધુરી દિક્ષિત અને હાલમાંજ જેમનો દેહાંત થયું એવી શ્રીદેવી છે. તેમની સાથે મને વાત કરવાની તક મળી ત્યારે મને સમજાયુ કે તેઓ કેટલી પ્રતિભાશાળી અને સુંદર છે.
તમે ખૂબ જ ટેલેન્ટેડ છો તો પછી કેમ વધારે સોંગ્સ રીલીઝ નથી કરતાં એ સવાલના જવાબમાં અવિનાએ કહ્યું કે મેં મ્યુઝિક રીલિઝ કરવા માટે ભૂતકાળમાં તે તૈયાર કરવામાં કેટલાક વર્ષ ખર્ચી નાંખ્યાં છે. મેં ભારતમાં પણ સહયોગ સાધવામાં ઘણો સમય પસાર કર્યો છે. તે પણ સમય માંગે છે. મારૂ વિઝન ડેવલપ કરવા તથા તેને મારા જીવનમાં ઉતારવા માટે અનેક પ્રકારના ચડાવ ઉતારનો સામનો કર્યો છે. જેને હું તમારી સાથે શેર નહીં કરી શકું. તેણે હસતાં હસતાં કહ્યું હતું કે મારી પાસે એક આલ્બમનો ટ્રેક તૈયાર છે. હવે એ રીલિઝ કરવા હું આતુર છું.