બેક્ઝિટ અંગે અનિશ્ચિત્તતાના માહોલ વચ્ચે પણ ભારતીય કંપનીઓ દ્વારા યુકેમાં મૂડીરોકાણની કામગીરીમાં વધારો નોંધાયો છે. લંડનમાં ’ઇન્ડિયા મિટ્સ બ્રિટેન ટ્રેકર’ શિર્ષક હેઠળ પ્રસ્તૃત કરાયેલા વાર્ષિક અહેવાલ મુજબ યુકે ખાતે કામકાજ કરી રહેલી ભારતીય કંપનીઓની સંખ્યા વર્ષ 2018માં 800 હતી જે વર્ષ 2019માં વધીને 842 થઇ ગઇ છે અને જેમનું સંયુક્ત ટર્નઓવર 48 અબજ પાઉન્ડ છે.
બિઝનેસ એડવાઇઝરી ફર્મ ગ્રાન્ટ થોર્નટન યુકે એલએલપી અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) દ્વારા પ્રસ્તૃત કરાયેલા રિપોર્ટ મુજબ યુકેમાં આ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવેલા કરની રકમ વધીને બમણી 68.4 કરોડ પાઉન્ડે પહોંચી ગયો છે જ્યારે તેની અગાઉના વર્ષે કંપનીઓએ 36 કરોડ પાઉન્ડનો કર ચૂકવ્યો હતો.
બ્રિટનના ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ગ્રેહામ સ્ટુઅર્ટે કહ્યું કે, ટ્રેકરમાં નોંધાયેલા આંકડાઓ આશ્ચર્યજનક છે. જે ભારતીય વેપારી સમુદાયની ઉદ્યોગ સાહસિકતા અને મક્કમતા છે અને કેટલીક કંપનીઓ વાર્ષિક તુલનાએ 100 ટકાના દરે વિકાસ કરી રહી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં ભારતીય રોકાણકારો અને રોકાણની સંખ્યામાં વધારો જરૂર જોવા મળશે જો કે યુકેમાં કોર્પોરેટ ટેક્સનો દર હાલના 19 ટકાથી ઘટાડીને 17 ટકા કરવામાં આવે તો. અમે હંમેશા ભારતીય રોકાણકારોનું સ્વાગત કરીયે છીએ અને દ્વિપક્ષીય રોકાણકારો પૈકીના એકના સ્વરૂપમાં ભારતને મહત્વનો દેશ સમજીયે છીએ.
ટ્રેકરમાં નોંધાયેલી મહત્વપૂર્ણ બાબતોમાં યુકેમાં કાર્યરત ભારતીય કંપનીઓમાંથી 24 ટકા કંપનીઓમાં એક મહિલા સભ્ય છે જ્યારે અગાઉ આ પ્રમાણ 19 ટકા છે અને આ કંપનીઓ 104783 લોકોને રોજગારી આપી રહી છે.