અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મીં રથયાત્રા નિકળી રહી છે.. જેના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમિત શાહે મંદિરના દર્શન કર્યા છે.

મંદિરના મહંતે અમિત શાહનુ સ્વાગત કર્યુ હતુ. પાઘડી પહેરાવીને મંદિરના મહંતે અમિત શાહને સ્મૃતિ ચિહ્ન આપ્યુ હતુ.. અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ પરત ફર્યા હતા.

ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી.મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાજરી આપી. અમિત શાહે ખુદ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી.