ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં અપાયેલી સૂચના મુજબ હવે પ્રદેશ નેતાઓને દિવાળીની રજાઓમાં ફરવા જવાના બદલે ચૂંટણીલક્ષી કામગીરી સંભાળવી પડશે. મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં ૨૪થી ૨૮ ઓકટોબર સુધીમાં નિમાયેલા નિરીક્ષકોએ તેમને સોંપવામાં આવેલા વોર્ડ માટેની પેનલો બનાવવાની રહેશે અને તે પણ માત્ર સેન્સના આધારે નહીં. નિરીક્ષકોએ પોતાની રીતે દાવેદારો, હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓના અભિપ્રાય લઈ જ્ઞાતિજાતિભૂગોળપ્રતિભાના આધારે પસંદગી બાબતે જોવાનું રહેશે. આમ, તાલુકા અને જિલ્લા પંચાયતોની નજીક આવી રહેલી ચૂંટણીઓ માટેના વિસ્તારમાં ભાજપ નિરીક્ષકોએ આ પ્રક્રિયા ૩૧થી ૪ નવેમ્બર સુધીમાં પૂરી કરી દેવી પડશે.દિવાળી પછી તાલુકાવાર સ્નેહ મિલનો થશે.

દિવાળીના બીજા દિવસથીપાંચમ સુધીમાં પ્રધાનમંડળના તમામ પ્રધાનોએ જિલ્લાવાર સ્થાનિક ચૂંટણીઓને અનુલક્ષીને અપાયેલ જવાબદારી નિભાવવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા સુધી પ્રધાનોએ સંગઠન સાથે સંકલન કરવાનું રહેશે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણીઓ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાવાના સંકેતો મળી રહ્યા છે. માટે તાલુકાવાર હવે ભાજપ આગેવાનો સ્નેહમિલન યોજીને ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવશે.

LEAVE A REPLY

3 × 3 =