લોકસભાની ચૂંટણીનો પારો ચઢી રહ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની નજર ગુજરાત પર છે. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં સભા સંબોધી હતી. આજે સવારે અમદાવાદથી વાયુસેનાના વિમાનમાં નીકળી વડાપ્રધાન મોદી ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી તેઓ વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે અમરેલી પહોંચ્યા છે. અમરેલીમાં સભા સ્થળ પર મંચ તૈયાર છે.
મંચ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, અમેરલી, ભાવનગર અને રાજકોટના ઉમેદવાર માટે તેઓ પ્રચાર કરશે. અમરેલીની સભામાં પીએમ મોદીએ કહ્યું કે મેં દુનિયાને બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી સરદારની ધરતી છે. આજે હું જે કઈ છું એ આપના થકી છું જે કઈ નિર્ણયો કર્યા છે તે આપના સાથ અને આશિર્વાદથી કર્યા છે. ઉરી પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પુલવામા પછી એરસ્ટ્રાઇક કરી આ તમારા જણે આખી દુનિયામાં પાકિસ્તાનને રડતું કરી દીધું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારી સરકાર બનશે એટલે રૂપિયા 6,000ની સહાય નવી સરકારમાં તમામ ખેડૂતોને મળશે