ભારતના શક્તિશાળી કમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-6એનું આજે ગુરુવારે સફળ પ્રક્ષેપણ કરાયું છે. શ્રીહરિકોટાના સ્પેશ લોચિંગ સેન્ટરેથી આ ઉપગ્રહનું અંતરીક્ષગમન થયું છે.. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને ભારતીય સેનાને શક્તિશાળી બનાવવાની દિશામાં ઉપગ્રહ સિમાચિન્હ સાબિત થશે. ઈસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહના પ્રક્ષેપણ પછી ઈસરો કેટલીક મહત્વની સિસ્ટમનું પરીક્ષણ કરનાર છે. આ પૈકી કેટલીક સિસ્ટમ ચંદ્રયાન-2માં ગોઠવવામાં આવશે. ઉપગ્રહ આ ઉપરાંત ભારતીય સેના માટેની કમ્યુનિકેશન સિસ્ટમને વધુ સંગીન અને સુવિધાજનક બનાવશે.
ઉગ્રપહ થકી હાઈ થર્સ્ટ ડેવલપમેન્ટ એન્જિન સહિતની અનેક સિસ્ટમનું પણ પરિક્ષણ થનાર છે. જેનો ઉપયોગ ચંદ્રયાન-2ના લોચિંગ માટે થઈ શકે છે. વર્તમાન વર્ષના ઓક્ટોબર સુધીમાં ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાની શક્યતા છે. જીસેટ-6એનું વજન 2140 કિલો છે. શ્રીહરિસકોટાની સતીશ ધવન સ્પેસ સેન્ટરની બીજી લોંચ પેડથી જીસેટ-6એને લઈ જનાર જીએસએલવી એમકે-2 (જીએસએલવી-એફ08)નું પ્રક્ષેપણ કરાયું હતું. જીએસએલવી-એમકે 2નું આ 12મું ઉડ્ડયન હતું. ઈસરોના જણાવ્યા અનુસાર જીસેટ-6એ ઉપગ્રહ સંરક્ષણ સાથે સંકળાયેલી સેવાઓ પૂરી પાડશે. જીસેટ-6એમાં સામાન્ય કરતાં ત્રણો મોટો છ મીટર લાંબો એન્ટેના છે. આ એન્ટેના હેન્ડ હેલ્ડ ગ્રાઉન્ડ ટર્મિનલ દ્વારા કોઈ પણ જ્ગ્યાએથી મોબાઈલ કમ્યુનિકેશનને સરળ બનાવશે. હાલમાં જીસેટ-6 કેમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડે છે.